Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

તિરૂપતિના બાલાજી મંદિરની એકલા મે મહિનાની રોકડ આવક ૮૬.૪૬ કરોડ

વેકેશનના કારણ ૨૫ લાખ દર્શનાર્થી આવ્યા, ઝવેરાત, આભૂષણોની ગણતરી બાકી

તિરૂપતિ તા.૭: તિરૂપતિ બાલાજી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના મંદિરની પેટીમાંથી માત્ર મે માસમાં રૂ. ૮૬. ૪૬ કરોડની આવક થઇ છે. ઉનાળુ વેકેશનમાં બાળકો મુકન હોવાથી, માબાપ પણ દર્શનાર્થે, ફરવા જતા હોય છે. તેના કારણે માત્ર મે માસ દરમિયાન ૨૫ લાખ શ્રધ્ધાળુઓએ બાલાજી મંદિરની મુલાકાત લીધી હતી.

ગત વર્ષે મે માસમાં ૭૮.૪૭ કરોડની આવક થઇ હતી. જયોર ચાલુ વર્ષે તેમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. જો કે મંદિરમાં સોના-રૂપાના ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુ પણ બાલાજીને ચડાવાતી હોય છે. પણ તેની ગણતરી કરવાની હજી બાકી એ પ્રકારે રહે છે કે તેની કિંમત ત્રાહિત સંસ્થાઓ દ્વારા વજન કર્યા બાદ નક્કી થતી હોય છે. તેમ મંદિરના સુત્રોએ માહિતી આપી હતી. સામે મંદિરમાંથી પ્રસાદ સ્વરૂપે ૧.૦૫ કરોડ લાડૂઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૨૦૧૮-૧૯ના વર્ષ દરમિયાન મંદિરને કુલ ૨૮૯૪ કરોડની આવક થવાની ધારણા છે. જે પૈકી આભૂષણો-ઘરેણાને બાદ કરતા, ૧૧૫૬ કરોડની રોકડ આવક થવાની શકયતા દર્શાવાઇ છે.

(3:57 pm IST)