Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ગીતાનો સ્વયવંર રચાશેઃ બે દિવસનું આયોજન

મધ્યપ્રદેશના ઇન્દોરેમાં ૧૪ યુવકોમાથી જીવનસાથીની પસંદગી કરશે ગીતા

ઇન્દોર, તા.૭: અંતે એ સમય આવી ગયો જેનો પાકિસ્તાનથી આવેલી બહેરી-મુંગી ગીતા જ નહી પરંતુ વિદેશમંત્રાલય અને હિન્દુસ્તાનની પ્રજાને પણ ઇન્તજાર હતો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ગીતાનો 'સ્વયંવર'રચાશે ગીતાને જીવનસંગિની બનાવા માટે દેશભરમાંથી અનેક યુવકોએ પ્રયત્ન કર્યો હતો પરંતુ ફકત મોકો મળ્યો છે. ૧૪ને તેમાંથી એકને ગીતા જીવનસાથી તરીકે પસંદ કરશે બે દિવસના આયોજનના પહેલા દિવસે છે સાથે અને બીજા દિવસે તેઓ આઠ યુવકો સાથે મુલાકાત કરશે.

ગીતા સાથે પોતાની જીવનની દોર બાંધવા માટે સોફટવેર એન્જીનિયર જ નહી, સરકારી તેમજ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા લોકોની સાથે જ ખેડુત અને હોટલમાં કામ કરતા યુવક પણ સામેલ છે. માતા-પિતાની શોધખોળ ન થવા પર ગીતા અઢી વર્ષથી ઇન્દોર સ્કીમ ૯૧ આવેલ બહેરા-મુંગા સંગઠનમાં રહે છે. તેના માતા-પિતાની શોધખોળ ચાલુ જ છે. બે ડઝનથી વધુ દંપતિઓએ માતા-પિતા હોવાનો દાવો કર્યો પરંતુ કોઇ પણ તેની પુત્રી સાબિત કરી શકયા નહી આ બધાની વચ્ચે તેના માટે જીવનસાથી શોધવાનું શરૂ કરાયું.

વિદેશમંત્રાલયે લીલીઝંડી આપવાથી ફેસબુક પર વર શોધવાની પોસ્ટ શેર કરી દસ-દસ મિનિટ જ મળશે. મળવોનો સમય ગીતા સાથે દેશભરમાંથી અંદાજે ૫૦ યુવકોના બાયોડેટા પહોંચ્યા હતા. પ્રશાસને તેમાંથી ૧૪ યુવકોને મળવાનું આમંત્રણ મોકલાયું છે. તેજ ૧૪ યુવકોમાંથી ગીતા જીવન સાથીની પસંદગી કરશે.

(3:52 pm IST)