Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ઇમરાન ખાનની પૂર્વ પત્ની રહેમ ખાન પર અકરમે બદનક્ષીનો દાવો કર્યો

રહેમ ખાનની પુસ્તકમાં પોતાની બદનક્ષી કરાઇ હોવાનો દાવો

ઇસ્લામાબાદ તા. ૭ : પાકિસ્તાની ક્રિકેટર અને રાજકીય નેતા ઇમરાન ખાનની ભૂતપૂર્વ પત્ની રહેમ ખાનને નોટિસ મોકલવામાં આવી છે. જેમાં ક્રિકેટ સ્ટાર વસીમ અકરમનો પણ સમાવેશ છે. તાજેતરમાં જ રહેમ ખાન દ્વારા લખવામાં આવેલી તેની પુસ્તકમાં પોતાની બદનામી થયો હોવાનો દાવો વસીમ અકરમ દ્વારા કરવામાં આવ્યો છે.

રહેમ ખાનને આ નોટિસ તેના પ્રથમ પતિ ડો.ઇજાઝ રહેમાન, ક્રિકેટર વસીમ અકરમ, બિઝનેસ મેન સઇદ ઝુલ્ફીકાર બુખારી અને ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના મીડિયા કોર્ડિનેટર દ્વારા મોકલવામાં આવી છે. આ ચારેયનો રહેમ ખાનની પુસ્તકમાં તેમના વિરૂદ્ઘ બદનક્ષી કરાઇ હોવાનો દાવો છે. થોડા સમય પહેલા જ રહેમ ખાનની પુસ્તકમાંથી અમુક પેજ ઓનલાઇન લીક થયા હોવાનું જાણવા મળ્યું હતું.

રહેમ ખાનની પુસ્તકમાં રહેમે તેની સેલેબ્રેટિઝ સાથેની મુલાકાત અને ઇમરાન ખાન સાથેના લગ્નને લઇને અનેક વાતોનો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન અને રહેમ ખાનના લગ્નના ૧૫ મહિના બાદ જ તેમણે છૂટાછેડા લઇ લીધા હતા. વેસ્ટ લંડનની ફર્મ દ્વારા ૩૦ માર્ચના રોજ 'પ્રી-એકશન ડિફેમેશન પ્રોટોકલ' અંતર્ગત રહેમને નોટિસ મોકલવામાં આવી છે. 

ચારેય દ્વારા રહેમ ખાન પર બદનક્ષી, ખોટી વાતો, જુઠ્ઠાણભર્યા લખાણ જેવી બાબતો પર દાવો કર્યો છે. પુસ્તકના ૪૦૨ અને ૫૭૨ નંબરના પાના પર રહેમ ખાને અકરમ પર આરોપ લગાવ્યો છે કે અકરમ તેની પત્નીને એક બ્લેક મેન પાસે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું અને અકરમ આ સમગ્ર ઘટનાને જોઇ રહ્યો હતો. તો પુસ્તકના ૪૬૪ પાના પર ઇમરાન ખાન પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

(3:49 pm IST)
  • ગૃહમંત્રી રાજનાથસિંહના આજથી શરૂ થયેલ બે દિવસીય જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયાન કુપવારામાં પેટ્રોલીંગ પાર્ટી ઉપર આતંકી હુમલોઃ ૨ જવાન ઘાયલ access_time 12:34 pm IST

  • ઝારખંડ : પોલીસ-નકસલીઓ વચ્ચે ઘર્ષણ : અંધાધુંધ ફાયરિંગ કરાતા બે જવાનો શહીદ access_time 3:48 pm IST

  • મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર :મહેસાણામાં 14મી જૂન,કડી નગરપાલિકામાં 13મી જૂન,અને ઊંઝા તેમજ વિસનગર નગરપાલિકાની 11મી જૂને ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે ચૂંટણી અઢી વર્ષના બીજા તબક્કા માટે યોજાશે ચૂંટણી access_time 1:19 am IST