Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

મુંબઈમાં ચાર દિવસથી લાપતા હિન્દુ યુવતી-મુસ્લિમ યુવકની રોડ વચ્ચે પાર્ક કારમાંથી લાશ મળી

મુંબઈ: મુંબઈમાં ચાર દિવસથી લાપતા થયેલા એક મુસ્લિમ યુવક અને તેની હિન્દુ ગર્લફ્રેન્ડના મૃતદેહ મુંબઈની મુલુંદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ સામે ઉભેલી કારમાં મળી આવ્યા હતા.

કારમાંથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી પરંતુ તેમના નજીકના સંબંધીઓના સ્ટેટમેન્ટ્સ અને સંજોગોને જોઈને પોલીસને શંકા છે કે આ આત્મહત્યાનો કેસ હોઈ શકે છે. આ સિવાય મુલુંદ પોલીસને કારમાંથી બે ઝેરની બોટલ્સ પણ મળી આવી છે.

 પોલીસના જણાવ્યા મુજબ બન્ને અલગ અલગ ધર્મના હોવાને કારણે તેમના માતાપિતાએ તેમના સંબંધનો વિરોધ કર્યો હશે અને બની શકે કે તે કારણે આ કપલે આત્મહત્યા કરી હોય. 26 વર્ષીય સલમાન અફરોઝ ખાન થાણેમાં રહેતો હતો અને ગાર્મેન્ટનો બિઝનેસ કરતો હતો, જ્યારે 21 વર્ષીય મનિષા નારાયણ નેગી નવી મુંબઈમાં થાણે-બેલાપુર રોડ વિસ્તારમાં રહેતી હતી અને એક મૉલમાં સેલ્સગર્લ તરીકે કામ કરતી હતી.

 

   પોલીસે જણાવ્યું કે, બુધવારે વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે તેમને એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની સામે રોડની વચ્ચે એક કાર પાર્ક થયેલી છે. પોલીસ ઓફિસર જણાવે છે કે, અમારી ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી તો કારનું એન્જિન ચાલુ હતુ. પોલીસકર્મીએ દરવાજો ખખડાવ્યો પણ કોઈ રિસ્પોન્સ ન મળ્યો. અમે કાચ તોડ્યો તો એક કપલ બેભાન અવસ્થામાં જોયું. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા.

 

  પોલીસે તેમના મૃતદેહ રાજાવાડી હોસ્પિટલમાં પોસ્ટ-મોર્ટમ માટે મોકલ્યા છે અને કારમાંથી મળી આવેલી શંકાસ્પદ ઝેરની બોટલ્સને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી છે. પોલીસે તેમના સામાનમાંથી તેમની ઓળખ મેળવી અને તેમના પેરેન્ટ્સને વાતની જાણ કરી હતી.   

  સંબંધીઓએ પોલીસને જણાવ્યું કે કપલ પાછલા ચાર-પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતું અને તેમણે તેમના પરિવારને લગ્ન વિષે વાત પણ કરી હતી. પરંતુ બન્ને અલગ અલગ ધર્મના હોવાથી પરિવારે લગ્ન માટે ઈનકાર કરી દીધો હતો. પરિવારના જણાવ્યા અનુસાર બન્ને ચાર દિવસથી ગાયબ હતા પરંતુ તેમના ફોન ચાલુ હતા માટે તેમણે ફરિયાદ નહોતી કરી.

 

  પોલીસ ઓફિસરે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે કે પરિવારે લગ્ન માટે ના પાડવાને કારણે બન્ને ડિપ્રેસ થઈ ગયા હશે અને જીવન ટુંકાવવાનો નિર્ણય લીધો હશે. અમે તેમના કોલ રેકોર્ડ ચેક કરી રહ્યા છીએ જેથી જાણી શકાય કે તેમને કોઈ ધમકી આપતું હતુ કે નહીં. આ સિવાય તેમના સોશિયલ મીડિયા, ઈ-મેઈલ્સ અને ડ્રોવર્સમાં સ્યુસાઈડ નોટ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

(1:42 pm IST)
  • આવતા ૭૨ કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી access_time 12:33 pm IST

  • ૨૦૦૨ના વસુલી મામલે ગેંગસ્ટર અબુ સલેમને ૭ વર્ષની કેદઃ દિલ્હીની તીસ હજારી કોર્ટ સંભળાવી સજા access_time 4:19 pm IST

  • શેરબજારમાં જોરદાર શરૂઆત: સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારેનો ઉછાળો: મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વધારો:બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, ઑયલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી:સેન્સેક્સ 238 અંક વધીને 35417ના સ્તરે: નિફ્ટી 71 અંક વધીને 10756ની સપાટીએ access_time 10:45 am IST