Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

‘ડાન્સર અંકલ’ ડબ્બુજીને મળી પહેલી એડ: ''સમજો હો હી ગયા' ગીત પર કર્યો જબરજસ્ત ડાન્સ:જુઓ વીડિયો

સોશ્યલ મીડિયામાં પોતાના ડાન્સથી ધમાલ મચાવનાર ભોપાલના પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ એટલે કે, ડબ્બૂ અંકલનો વિડિઓ વાયરલ થતા તે રાતોરાત સેલિબ્રિટી બની ગયા છે. હવે ડાન્સર અંકલનો વધુ એક વીડિયો વાયરલ થયો છે અને આ વખતે તેઓ પ્રોફેશનલ ડાન્સર બનીને નાચી રહ્યાં છે.સંજીવ શ્રીવાસ્તવને વીમા ઈન્શ્યોરન્સ કંપની બજાજ આલિયાન્ઝની એડમાં કામ કરવાની પણ તક મળી ગઈ છે. આ એડમાં તે ‘સમજો હો હી ગયા’ ગીત પર અફલાતૂન ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તેમણે પહેલા ફિલ્મ ‘ખુદગર્ઝ’ના ‘આપકે આ જાને સે’ ગીત પર ડાન્સ કર્યો હતો જેના વીડિયોને એક જ દિવસમાં લાખો લોકોએ શેર કર્યો હતો. લોકોને અંકલની ગોવિંદા સ્ટાઈલ ખૂબ પસંદ આવી બાદમાં તેમણે ‘ચઢતી જવાની’ પર ડાન્સ કર્યો જે તેમણે એક લગ્નમાં કર્યો હતો.

પોતાના ડાન્સિગ સ્ટાઈલને કારણે અંકલ એટલા ફેમસ થઈ ગયા કે, બોલિવૂડ એક્ટર્સથી માંડીને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ તેમને મળવા પહોંચ્યા. શ્રીવાસ્તવ કહે છે કે, તેમણે પોતાની માતા પાસેથી ડાન્સ શીખ્યો છે અને તે પોતે ગોવિંદા અને મિથુન ચક્રવર્તીના ફેન છે.

(1:21 pm IST)