Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

બગદાદમાં શિયા મસ્જિદ નજીક હથિયાર ડેપોમાં પ્રચંડ વિસ્ફોટ :16ના મોત:અનેક ઘાયલ: ઈમારતોને નુકશાન

બગદાદ: ઈરાકની રાજધાની બગદાદના સદર સિટી જિલ્લામાં હથિયારોના ડેપોમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે જેમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે સાથે ઘરો અને ઈમારતોને નુકશાન પહોંચ્યું છે સુરક્ષા અને ચિકિત્સકીય સૂત્રો દ્વારા આ જાણકારી મળી હતી બગદાદના સુરક્ષા અભિયાન કમાને જણાવ્યું કે હથિયારોના ડેપોમાં વિસ્ફોટ થયો છે.સુરક્ષા દળોએ વિસ્ફોટના કારણને જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે.

  પોલીસના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું કે એક ઘરમાં રોકેટ ગ્રેનેડ અને ગોળા સહિત ભારે હથિયારો રાખવામાં આવ્યાં હતાં. આ કારણથી વિસ્ફોટ થયો. આ હથિયારો એક સશસ્ત્ર સમૂહના હતાં. તેમણે કહ્યું કે વિસ્ફટોમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને અંદાજે 32 જેટલા લોકો ઘાયલ થયા છે.

   ચિકિત્સકીય સૂત્રોએ વધુ માહિતી આપતા કહ્યું કે પીડિતોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ વિસ્ફોટ બગદાદના ઉત્તર પૂર્વ જિલ્લામાં એક શિયા મસ્જિદ નજીક થયો છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સદર સિટી જિલ્લામાં વિસ્ફોટના કારણે ઘરો અને ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. તે લોકપ્રિય શિયા ધર્મગુરુ મુક્તદા સદરનો ગઢ છે.

(1:15 pm IST)