Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

દરેકને વ્યાજબી ભાવે સ્વાસ્થ્ય સેવા મળે તે જ લક્ષ્યઃ નરેન્દ્રભાઇ

મોદીએ પીએમ ભારતીય જનઔષધીય પરિયોજનાના લાભાર્થીઓ સાથે કરી વાતઃ સતત ત્રીજા દિવસે '' નમો એપ'' થી અલગ-અલગ યોજનાઓના લાભાર્થીઓ સાથે જોડાયા

નવી દિલ્હીઃ તા.૭, વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આજે સતત ત્રીજા દિવસે '' નમો એપ'' દ્વારા અલગ-અલગ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરી હતી સરકારી યોજનાઓથી થયેલ લાભના અનુભવો પણ જાણ્યા હતા. આજે મોદીએ પીએમ જન ઔષધીય લાભાર્થીઓ સાથે વાત-ચીત કરી હતી.  નરેન્દ્રભાઇએ જણાવેલ કે આ પરિયોજનાથી વ્યાજબી ભાવે કાર્ડીયાક સ્ટેન્ટ અને ઘુંટણ બદલવાનું શકય બન્યું છે. બિમારીથી ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો ઉપર ખુબ જ આર્થિક દબાણ રહે છે જેથી સરકાર તરફથી દરેક નાગરીકને કિફાયતી દરે સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાઇ રહયા છે.

 તેમણે વધુમાં જણાવેલ કે દરેક સફળતા અને સ્મૃધ્ધીનો આધાર સ્વાસ્થ્ય છે અને અમે વિશ્વની સૌથી મોટી  સ્વાસ્થ્ય  સેવા '' આયુષમાન ભારત'' યોજના લાગુ કરી છે સરકારે હૃદયના સ્ટેન્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે. જેનો સીધો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને થઇ રહયો છે. સ્વચ્છ ભારત મીશન  સ્વસ્થ્ય  ભારત બનાવવામાં અહ્મ ભુમિકા ભજવી રહયાનું પણ નરેન્દ્રભાઇએ જણાવેલ.

(12:40 pm IST)
  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST

  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • મોડીરાત્રે પૂર્વ કાશ્મીરમાં 5,1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ access_time 1:10 am IST