Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ગંગા નદી પર બનશે ૯.૯ કિલોમીટર લાંબો બ્રિજ

નવીદિલ્હી, તા.૭: કેન્દ્ર સરકારે ગઇ કાલે ૧૯૪૮ કરોડ રૂપિયાના ખર્ચે અલાહાબાદમાં ગંગા નદી પર બાંધવામાં આવનારા ૯.૯ કિલોમીટર લાંબા પુલની દરખાસ્તને મંજૂરી આપી હતી. ગંગા નદી પરના પુલનો નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વડપણ હેઠળની કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ દ્વારા લેવામાં આવ્યો હતો. કુલ ૧૯૪૮.૨૫ રૂપિયાના ખર્ચે અલાહાબાદમાં ફાફામઉ ખાતે નેશનલ હાઉવે-નંબર ૯૬ પર ૯.૯ કિલોમીટર લંબાઇના છ લેનના પુલના બાંધકામ માટેના પ્રોજેકટને મંજૂરી આપી દેવામાં આવી છે. ડિસેમ્બર-૨૦૨૧માં પૂરો થનારો આ  પ્રોજેકટ હાલના ફાફામઉ બ્રિજ પરના ટ્રાફિકની ગીચતાની સમસ્યા દૂર કરશે. કુંભ, અર્ધકુંભ અને સંગમ ખાતેના રિલિજિયસ પિલગ્રિમેજને પણ પ્રોત્સાહન મળશે. મધ્ય પ્રદેશથી લખનઉ અને ફૈઝાબાદ આવતા ટ્રાફિકને પણ આ પુલનો ફાયદો મળશે.(૨૨.૫)

(11:44 am IST)