Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

એરઇન્ડીયાએ વધૂ સામાન સામે ૧ કિલોએ રૂ.૧૦૦નો વધારો ઝીંકી દિધોઃ ૧૧ જૂનથી અમલ

મુંબઇ તા. ૭ : એર ઇન્ડિયાએ ડોમેસ્ટિક ફાલઇટ્રસમાં નિર્ધારિત મર્યાદાથી વધુ ભારે સામાન લઇ જવા પર ચાર્જ પ્રતિ કિ.ગ્રા. ૧૦૦ રૂ. વધારી દીધો છે. હાલ એરલાઇન મર્યાદાથી વધુ સામાન પર ૪૦૦ રૂ. પ્રતિ કિ.ગ્રા.ના દરે ચાર્જ લે છે, જે ૧૧ જૂનથી પ૦૦ રૂ. પ્રતિ કિ.ગ્રા. થઇ જશે. નવા દર 'એરલાઇન્સ એર'ને બાદ કરતા એર ઇન્ડિયાની તમામ ડોમેસ્ટિક ફલાઇટ્સને લાગુ પડશે. વધેલા ચાર્જ પર ઇકોનોમી કલાસના પ્રવાસીઓએ પ% તથા અન્ય કલાસના પ્રવાસીઓએ ૧ર% જીએસટી પણ ચૂકવવો પડશે. જો કે અરૂણાચલ, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કીમ અને પ.બંગાળના બાગડોગરા એરપોર્ટથી મુસાફરી કરનાર પાસેથી જીએસટી વસૂલ કરાશે નહિં.

(11:43 am IST)