Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

કિમ જોંગ ઉને સંમેલન માટે યાચના કરી હતી - ટ્રમ્પના વકીલે કહયું

વોશીંગ્ટન તા. ૭: ઇજરાયેલમાં એક કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ રૂડી જુલીયાનીએ કહયું કે અમેરીકાના રાષ્ટ્રપતિએ ઉતર કોરીયા સાથેની પ્રસ્તાવિત મુલાકાત રદ કરી ત્યારે કિમ જોંગ ઉને તે ફરીથી ગોઠવવા યાચના કરી હતી. તેમણે કહયું કે ટ્રમ્પની સખતાઇના કારણે જ ઉતર કોરીયા પોતાનું રૂખ બદલવા મજબુર થયું છે. ટ્રમ્પે મે માં ઉતર કોરીયા પર બહુ જ ક્રોધ અને નફરતનો આરોપ મુકીને સંમેલન માંથી નીકળી જવાની જાહેરાત કરી હતી. પણ ઉતર કોરીયાની મૈત્રીપુર્ણ પ્રક્રિયાને લીધે ૧૨ જુને યોજાનાર દ્વિ પક્ષીય સંમેલન ની વાત પાટે ચડી હતી.

વોલસ્ટ્રીટ જર્નલે આ બાબતે કહયું કે કિમ જોંગ ઉન ઘુંટણીએ પડી ગયા અને આના માટે યાચના કરવા લાગ્યા, જેવી સ્થિતિમાં તમે અને જોવા ઇચ્છતા હતા બરાબર તેજ સ્થિતિમાં.

જુલિયાની રાષ્ટ્રપતિ ટ્રમ્પના વકીલ છે અને અમેરીકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશીયન હસ્તક્ષેપની બાબતો જુએ છે.

જુલીઆનીના આ બયાન પર ઉતર કોરીયા તરફથી હજી સુધી કોઇ ટિપ્પણી નથી કરવામાં આવી.

આ સંમેલન બાબત ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહયું કે તેયારીઓ બરાબર ચાલી રહી છે.

સીંગાપુરમાં ટ્રમ્પ અને કિમની સુરરક્ષા ગુરખા જવાન સંભાળશે.

(11:36 am IST)