Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

મુંબઈઃ કારમાંથી મળી હિન્દુ યુવતી-મુસ્લિમ યુવકની લાશ

મુલુંદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ સામે ઉભેલી કારમાંથી બંનેના મૃતદેહ મળ્યા

મુંબઈની મુલુંદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ સામે ઉભેલી કારમાંથી એક મુસ્લિમ યુવક અને તેની હિન્દુ ગર્લફ્રેન્ડની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બુધવારે વહેલી સવારે 3.30 કલાકે કોઈ અજાણી વ્યક્તિએ ફોન દ્વારા જાણ કરી હતી કે મેજિસ્ટ્રેટ કોર્ટની સામે રોડની વચ્ચે એક કાર પાર્ક થયેલી છે. જેની તપાસ કરતા યુવક અને યુવતીની લાશ મળી આવી હતી.

(11:42 am IST)