Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ભોપાલનો આદિત્ય NDF માં ગોલ્ડ ટોર્ચ સાથે ઉતીર્ણ :ટ્રેનમાં 12 વર્ષની ઉંમરે જોયેલા એક દૃશ્યે દેશસેવાની પ્રેરણા આપી

 

ભોપાલનો આદિત્ય દુબે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDF)માંગોલ્ડ ટોર્ચસાથે પાસ થયો છે.તેને અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ટાઇટલ અપાયું છે ત્રણ વર્ષની પ્રાથમિક તાલીમ લઈને ઘરે પાછો ફર્યો હતો.ત્યારે આદિત્યે એવો ખુલાસો કર્યો કે આદિત્ય કહે છે કે, 12 વર્ષ પહેલાં હું મારા દાદા કૈલાસ પ્રસાદ દુબે સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. તેમાં ખૂબ ભીડ હતી, તેમાં એક સૈનિક પણ ઊભેલો હતો. મારા દાદાએ તેમને બેસવા માટે જગ્યા ઓફર કરી. હું ચોંકી ગયો. દિવસ હતો, જ્યારે મને અહેસાસ થયો કે, દરેક જગ્યાઓએ સૈનિકને કેટલું સન્માન મળતું હોય છે.’

  ત્યાર બાદ આદિત્યે નેશનલ ડિફેન્સ એકેડેમી માટે ધ્યાન આપવાનું શરૂ કર્યું, જેનો તેના માતાપિતાને જરા પણ અંદાજો નહોતો. હવે ઘરમાં બંને બહેનો આઈઆઈટીમાં અભ્યાસ કરતી હોય તો સ્વાભાવિક છે કે, માતાપિતા પણ ઘરના છોકરા પાસે આવી આશા રાખતા હોય. જોકે તેણે વિશ્વની પહેલી ટ્રાઈ-સર્વિસ એકેડેમીને પસંદ કરી.

  આદિત્યના પિતા અભિલાષ દુબે કહે છે કે, ‘આદિત્ય ઘરમાં સૌથી નાનો છે. અમે ઇચ્છતા હતા કે તે આઈઆઈટીમાં જાય. અભિલાષ દુબે વ્યાપમમાં સિનિયર ફાઇનાન્સ ઓફિસર છે. ભોપાલના શિવાજીનગરમાં રહેતા આદિત્યનું સ્કૂલિંગ BHELની જવાહર લાલ નેહરુ સ્કૂલમાંથી થયું છે. જોકે તેણે પિતાની આજ્ઞાનું પાલન કરતા આઈઆઈટીની તૈયારી શરૂ કરી દીધું હતું, પરંતુ તેને તો માત્ર ઑલિવ ગ્રીન યુનિફોર્મ દેખાતો હતો.

  અભિલાષ દુબે કહે છે કે, ‘આદિત્ય આઈઆઈટી કોચિંગ મેન્યુઅલની અંદર એનડીએની બુક્સ છુપાવીને તેનો અભ્યાસ કરતો હતો. મને વાતનો ગર્વ છે કે, મહાભારતના અર્જુનની જેમ તેનું ધ્યાન તેના લક્ષ્ય પર હતું. એટલું નહિ, તેણે અઘરી પરીક્ષાને પ્રથમ પ્રયાસમાં પાસ કરી દીધી હતી.’ આદિત્યને આર્મી ચીફ બિપીન રાવતની જેમ ચાર્લી સ્કાડ્રન (ટુકડી) ફાળવવામાં આવી છે.

  આદિત્ય કહે છે કે, ‘સ્કૂલમાં હું રનિંગ અને ભારે કસરતો કરવાનું ટાળતો હતો, પણ અહીં વારંવાર ક્રોસ-કન્ટ્રી રનિંગ કરું છું. મેં સાંભળ્યું હતું કે, NDAમાં ખૂબ ટફ પ્રેક્ટિસ હોય છે. હું શરૂઆતમાં પરિવારને ખૂબ મિસ કરતો હતો. દરમિયાન મારી બહેનોએ મને હિંમત આપવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી. ધીમે ધીમે મને અહેસાસ થયો કે હું બહુ ઓછા લોકોમાં છું, જેમને એનડીએનો ભાગ લેવાની તક મળી.’

આદિત્ય હવે ઇન્ડિયન મિલિટરી એકેડેમીમાં ટ્રેનિંગ લેશે. તે કહે કે તેને અધિકારીની જેમ ઓફિસમાં બેસવું નથી, પણ દુશ્મનો પર નજર રાખવા અને તેમનો સામનો કરવા માટે ફીલ્ડ પર રહેવું છે.

(12:00 am IST)
  • મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર :મહેસાણામાં 14મી જૂન,કડી નગરપાલિકામાં 13મી જૂન,અને ઊંઝા તેમજ વિસનગર નગરપાલિકાની 11મી જૂને ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે ચૂંટણી અઢી વર્ષના બીજા તબક્કા માટે યોજાશે ચૂંટણી access_time 1:19 am IST

  • રાજકોટનાં નવા મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરવા માટે મ્યુનીસીપલ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક તા. 15મીએ સવારે ૧૧ વાગ્યે મળશે : સાથે જુદી-જુદી ૧૫ કમિટીઓના સભ્યોની પણ નિમણુક કરાશે access_time 11:58 am IST

  • મોડીરાત્રે પૂર્વ કાશ્મીરમાં 5,1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ access_time 1:10 am IST