Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

યુ.કે.ના બિસ્‍ટનમાં મસ્‍જીદ તથા ગુરૂદ્વારામાં આગઃ ગઇકાલે સવારે ૩-૪૫ કલાકે બંને ધાર્મિક સ્‍થળોના દરવાજા ઉપર આગ તથા ધુમાડા જોવા મળતા તાત્‍કાલિક ફાયર બિગ્રેડએ કાબુ મેળવી લીધોઃ ગૂનાહિત કાવતરૂ હોવાનો ડીટેકટીવ ઇન્‍સ્‍પેકટરનો અભિપ્રાયઃ તપાસ ચાલુ

લંડનઃ યુ.કે.માં શીખ ગુરૂદ્વારા તથા મસ્‍જીદમાં આગ લગાડવાનો ગૂનાહિત પ્રયાસ થયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતિ મુજબ બિસ્‍ટનની હાર્ડી સ્‍ટ્રીટમાં આવેલ જામીઆ મસ્‍જીદ તથા ગુરૂ નાનક નિષ્‍કામ સેવક જથા ગુરૂદ્વારામાં ગઇકાલે સવારે ૩.૪૫ કલાકે આગ લગાડવામા આવી હતી. જેથી દરવાજા ઉપર ધુમાડા જોવા મળતા આસપાસના રહેવાસીઓએ તાત્‍કાલિક ફાયર બ્રિગેડને બોલાવતા આગ કાબુમાં લેવામાં આવી હતી.

આ બાબતે ડીટેકટીવ ઇન્‍સપેકટરે જણાવ્‍યા મુજબ પ્રાથમિક દૃષ્‍ટિએ આ ગૂનાહિત પ્રયાસ છે જે હેટ ક્રાઇમ સમાન છે. CCTV કેમેરાના માધ્‍યમ દ્વારા તથા આજુબાજુના રહેવાસીઓ દ્વારા માહિતિ મેળવી તપાસ ચાલી રહી છે. તથા આવા નમાજ પઢવાના તથા પ્રાર્થના કરવાના ધાર્મિક સ્‍થળોમાં આગ લગાડવાની બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે.

 

(11:15 pm IST)
  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • રાજકોટનાં નવા મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરવા માટે મ્યુનીસીપલ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક તા. 15મીએ સવારે ૧૧ વાગ્યે મળશે : સાથે જુદી-જુદી ૧૫ કમિટીઓના સભ્યોની પણ નિમણુક કરાશે access_time 11:58 am IST

  • ઝારખંડ : પોલીસ-નકસલીઓ વચ્ચે ઘર્ષણ : અંધાધુંધ ફાયરિંગ કરાતા બે જવાનો શહીદ access_time 3:48 pm IST