Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ભારે કરી...! બોયફ્રેન્ડ માટે ચોરીના રવાડે ચડેલી બે ગુજરાતી વિદ્યાર્થીની ઝડપાઇઃ ટ્રેનમાંથી ૩૮ મોબાઇલ ચોર્યાની કબુલાતઃ બંને વિદ્યાર્થીનીનો બોયફ્રેન્ડ પણ અેક જ નીકળ્યો

મુંબઇઃ કોલેજમાં ભણતી બે ગુજરાતી યુવતીઓની રેલવે પોલીસે મોબાઈલ ફોન ચોરવાના આરોપમાં ધરપકડ કરી છે. આ બંને યુવતીઓએ અત્યાર સુધી લોકલ ટ્રેનમાંથી 38 મોબાઈલ ફોન ચોર્યા હોવાની કબૂલાત કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, બંને યુવતીઓ પોતાના બોયફ્રેન્ડ માટે ચોરીના રવાડે ચઢી હતી, અને બંનેનો બોયફ્રેન્ડ એક જ શખ્સ હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, ટ્વિંકલ સોની (ઉં. 20 વર્ષ) અને ટીનલ પરમાર (ઉં. 19 વર્ષ) રિષી સિંઘ નામના પોતાના બોયફ્રેન્ડને ચોરેલા ફોન દ્વારા મળેલા પૈસા આપતી હતી. રેલવે પોલીસે રાહુલ રાજપુરોહિત નામના શખ્સની પણ ધરપકડ કરી હતી. રાહુલે આ બંને પાસેથી ચોરીના ત્રણ લાખ રુપિયાના મોબાઈલ ખરીદ્યા હતા.

વેસ્ટર્ન રેલવેના ડીસીપી પુરુષોત્તમ કરાડના જણાવ્યા અનુસાર, બોરીવલી સ્ટેશને મોબાઈલ ચોરીના અનેક કેસ નોંધાતા તેમણે ચોરી કરનારાને પકડવા માટે ટીમ બનાવી હતી. મોબાઈલ ચોરીના મોટાભાગના કિસ્સા બોરીવલીથી સાંતાક્રુઝ વચ્ચે જ થયા હતા. શરુઆતની તપાસમાં જ પોલીસને જાણવા મળ્યું છે કે, કોલેજમાં ભણતી બે છોકરીઓ પોતાના બોયફ્રેન્ડ માટે ફોન ચોરી કરતી હતી.

મોબાઈલ ચોરીની ફરિયાદો મળ્યા બાદ રેલવે પોલીસે કેટલીક મહિલા પોલીસકર્મીઓને સાદા ડ્રેસમાં 30 મેના રોજ કાંદીવલીથી લોકલ ટ્રેનમાં તૈનાત કરી દીધી હતી. બપોરે એકાદ વાગ્યે પોલીસે ટ્વિંકલ સોનીને ફોન ચોરી કરતા રંગેહાથ પકડી લીધી હતી. ટ્વિંકલની પૂછપરછ કરતા તેણે પોતાની સાથી ટીનલ પરમારનું પણ નામ આપ્યું હતું.

પોલીસે કડક પૂછપરછ કરતા ટ્વિંકલે વટાણા વેરી દેતા પોતાના બોયફ્રેન્ડ રિશી અને જેને ફોન વેચવામાં આવતા હતા તે શખ્સનું પણ નામ આપી દીધું હતું. પોલીસનું કહેવું છે કે, જે યુવકે આ બંને છોકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી છે તે સાત જેટલા કેસમાં વોન્ટેડ છે, અને હાલ પણ પોલીસની પહોંચથી બહાર છે.

ટ્વિંકલ સોની આર્કિટેકની સ્ટૂડન્ટ છે, જ્યારે ટીનલ કોલેજમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે. બંને રિશી સિંઘને સાંજે મળતી હતી, અને તે તેમને ચોરાયેલા ફોન વેચવામાં મદદ કરતો હતો. બંને યુવતીઓ કોલેજ જવા નીકળતી ત્યારે લોકલ ટ્રેનમાં મોબાઈલ ફોનની ચોરી કરતી હતી. ટ્વિંકલની બેગમાંથી પોલીસને નવ ફોન મળી આવ્યા હતા. ત્રણ આરોપીઓ પાસેથી 38 ફોન અને 30 મેમરી કાર્ડ પોલીસે જપ્ત કર્યા છે.

(12:00 am IST)
  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર :મહેસાણામાં 14મી જૂન,કડી નગરપાલિકામાં 13મી જૂન,અને ઊંઝા તેમજ વિસનગર નગરપાલિકાની 11મી જૂને ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે ચૂંટણી અઢી વર્ષના બીજા તબક્કા માટે યોજાશે ચૂંટણી access_time 1:19 am IST

  • રાજકોટનાં નવા મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરવા માટે મ્યુનીસીપલ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક તા. 15મીએ સવારે ૧૧ વાગ્યે મળશે : સાથે જુદી-જુદી ૧૫ કમિટીઓના સભ્યોની પણ નિમણુક કરાશે access_time 11:58 am IST