Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

‌બિહારની હૈયુ હચમચાવતી ઘટનાઃ ત્રણ બહેનોની લાશ મળીઃ દુષ્‍કર્મની આચરીને મોતને ઘાટ ઉતાર્યાની આશંકા

પટણાઃ બિહાર રાજ્યમાં એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. બિહારનાં બંકા જિલ્લાનાં ત્રણ બહેનોની હત્યા થયેલી હાલતમાં લાશ મળી તેમના ઘરેથી મળી આવી છે.  

સ્થાનિક પોલીસે તપાસ આ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે, ત્રણેય બહેનોના શરીર પર ઇજાના નિશાનો મળ્યાં છે. તેમ જ તેમના ગળાના ભાગમાં ઇજાઓ મળી છે. તિક્ષ્ણ હથિયારથી તેમની હત્યા કરવામાં આવી હોય તેમ જણાય છે. પોલીસને ઘટના સ્થળેથી તિક્ષ્ણ હથિયારો પણ મળ્યાં છે.

બિહાર પોલીસે આ ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસને શંકા છે કે, ત્રણેય બહેનો પર હત્યા પહેલા આરોપીઓએ દુષ્કર્મ આચર્યુ હશે. તપાસ કરનાર અધિકારીએ જણાવ્યુ કે, ભોગ બનનારનો પરિવાર ખુબ જ ગરીબ છે અને તેમના ઘરમાંથી કોઇ વસ્તુની ચોરી થઇ નથી એટલે દુષ્કર્મની શંકા દ્રઢ બને છે. અમે આ દિશામાં વધુ તપાસ કરી રહ્યા છીએ.

આ ઘટના બની ત્યારે માત્ર બહેનો જ ઘરે હાજર હતી. તેમના મા-બાપ બહાર ગામ ગયા હતા. પોલીસે આ ગુનામાં બે આરોપીઓની ધરપકડ કહી છે અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યાં છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આ ઘટના અંગે વધુ પ્રકાશ પાડશે. આ પ્રકારની ઘટનાઓએ ફરી એક વખત સ્ત્રીઓની સલામતી વિશે સવાલો ઉભા કર્યા છે.

(12:00 am IST)