Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

બીજી લહેરમાં કોરોના પહેલા દિવસથી જ કરે છે ફેફસા પર જીવલેણ હુમલો

કોરોના બીજી લહેરમાં કેમ ઘાતક છે તેનું સાચું કારણ શરીરમાં પ્રવેશતા જ હુમલો કરવાની તેની પેટન્ટમાં આવેલા ફેરફાર પાછળ છે : પહેલી લહેરમાં કોરોનાથી ફેફસામાં સંક્રમણ ૫-૭ દિવસે થતું હતું. બીજી લહેરમાં પહેલા દિવસથી જ કોરોના ફેફસાને નિશાન બનાવે છે. : જોકે ડોકટરોએ કહ્યું જાતે સીટી સ્કેનના નિર્ણયથી બચવું જોઈએ અને સલાહ મુજબ જ કરવું

નવી દિલ્હી, તા.૭: કોરોનાએ જાણે નક્કી કર્યું હોય કે માણસજાતના હાથે તો હું પકડાઈશ જ નહીં તે રીતે દિવસે દિવસે પોતાના રુપ અને અસરો બદલી લહ્યો છે. વાત કરીએ ૫૯ વરષા પ્રકાશ ચંદ્રાની જેમને કોરોનાનું કોઈ લક્ષણ નહોતું. પરંતુ દીકરો પોઝિટિવ આવ્યો એટલે દ્યરમાં સાથે રહેતા હોવાથી તેમણે પણ રિપોર્ટ કરાવ્યો જોકે જયારે રિપોર્ટ આવ્યા ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે તેઓ પણ પોઝિટિવ નીકળ્યા હતા. જોકે તેમની ઉંમર અને તબિયત જોતા તેમજ તેમના બ્લડ ટેસ્ટમાં હાઈ સુગર અને ઇન્ફ્લામેન્ટરી માર્કર્સ કે જોતા ડોકટરે તેમને જલ્દીથી ઘ્વ્ સ્કેન માટે જણાવ્યું. સીટી સ્કેનમાં સામે આવ્યું કે તેમના ફેફસા લગભગ ૫૦ ટકા જેટલી ખરાબ અસર વાયરસે પહોંચાડી હતી. તેમનું ઓકિસજન સ્તર પણ ૮૫ સુધી નીચે પહોંચી ગયું હતું. જોકે આ બધામાં સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે તેમની આ સ્થિતિ કોરોના સંક્રમણના પહેલા દિવસથી જ હતી. હાલ તેમને અને તેમના દીકરા જેમનાં ફેફસા ૬૦ ખરાબ થયા છે બંનેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં જ દિલ્હી એઇમ્સના વડા ડો. રણદીપ ગુલેરિયાએ સીટી સ્કેન અંગે આપેલા નિવેદનથી દેશમાં ડોકટરો વચ્ચે એક ચર્ચાનો નવો વિષય શરું થયો છે કે સીટી સ્કેન કરવું કેટલું યોગ્ય છે કે નથી. કારણ કે ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે દ્યરે આઇસોલેટ કરવામાં આવ્યા હોય અને જેમને કોરોનાના હળવા લક્ષણો હોય તેવા લોકોએ સીટી સ્કેન કરવાની જરુર નથી. જોકે કેટલાક ડોકટરો કહે છે કે કોરોનાની આ લહેરમાં વાયરસ સીધો જ ફેફસા પર દ્યાતક હુમલો કરે છે તેવામાં દર્દીઓને બચાવવા માટે સીટી સ્કેનના આંકડા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે.

શહેરના આવા જ એક જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડો. રાહુલ જૈને કહ્યું કે, 'દિવળી  પછી આવેલી કોરોના લહેર દરમિયાન ફેફસાના સીટી સ્કેનનો એવરેજ સ્કોર ૬થી ૮ રહે છે. જે ફેફસના બંને ભાગના ૨૫-૨૫ અંકમાથી એટલે કે કુલ ૫૦ અંકમાંથી છે. આ વખતે સમાન્ય રીતે દરેક દર્દીને સ્કોર ૧૨-૧૪ રહ્યો છે. તેમજ શ્વાસ લેવામાં પડતી સમસ્યાના કારણે શરીરમાં ઓકિસજનના નીચા પ્રમાણથી આવા દર્દીઓમાં સીટી સ્કેનનો આંકડો ખૂબ જ નીચો હોય છે. જે વાયરસની પ્રોફાઇલમાં આવતા સતત ફેરફારને દર્શાવે છે.

વધુ એક સીનિયર રેડિયોલોજિસ્ટ ડોકટર હેમંત પટેલે કહ્યું કે ' આ વખતનો એકિટવ કોરોના સ્ટ્રેન ખૂબ જ દ્યાતક રીતે ફેફસા પર પ્રહાર કરે છે.જેના કારણે ઘણા યુવાન લોકોમાં પણ ફેફસાની સમસ્યા જોવા મળે છે અને તેમને ખૂબ જ મોટું નુકસાન થયું હોવાનું જોવા મળે છે.

રેડિયોલોજિસ્ટ ડો. અમિત ગુપ્તાએ કહ્યું કે ગત નવેમ્બર કરતા ગુજરાતમાં હાલ સીટી સ્કેનનો એવરેજ સ્કોર લગભગ બમણો થયો છે. ગત વખતે ૨૦૨૦માં ફેફસા પર ૬૦ ટકા જેટલી ખરાબ અસર દેખાતી હતી પરંતુ આ વખતે મોટાભાગના કિસ્સામાં વાયરસ ૮૦ ટકા ફેફસા પર ખરાબ અસર કરે છે.

શહેરના પલ્મોનોલોજિસ્ટ ડો. મનોજ સિંહે કહ્યું કે, 'આ વખતે ફેફસા વધુ જલ્દીથી કોરોનાની અસરમાં ખરાબ થતા હોવાથી ઓકિસજનની જરુરિયાત વધુ પડે છે. મોટાભાગના દર્દીઓ પહેલા દિવસથી જ ઓકિસજનની જરુરિયાત પડે છે. જે સૌથી પહેલી લહેરમાં આવું નહોતું.'

અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી ડો. સાહિલ શાહએ જણાવ્યું કે, 'વાયરસના મ્યુટેશનથી ચોક્કસપણે ફેફસામાં થતા ઇન્ફેકશનમાં વધારો થયો છે. દ્યણા દર્દીઓમાં પહેલા દિવસથી જ ફેફસાનું ગંભીર ઇન્ફેકશન જોવા મળે છે. જે પહેલાની લહેરમાં ૫-૬ દિવસે સારવાર ન મળતા જોવા મળતું હતું. જોકે અમે દર્દીને સલાહ આપવા માગીએ છીએ કે જો તેમના લક્ષણો બહુ ગંભીર ન હોય તો તેમણે ૫-૭ દિવસ રાહ જોવી જોઈએ.

(4:13 pm IST)