Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ઉત્તર ભારતમાં કોરોનાનો યુકે વેરીઅન્ટ તો ગુજરાતઃ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ડબલ મ્યુટન્ટ પ્રભાવી

નવી દિલ્હી, તા.૭: કોરોના વાઇરસનો યુકે વેરીઅન્ટ નોર્થ ઇન્ડિયા પ્રભુત્વ ધરાવે છે જયારે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ડબલ વેરીઅન્ટ જોવા મળતો હોવાનું નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી) ના ડિરેકટર સુજિત સિંહે જણાવ્યું હતું.

 તેમણે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનાથી સાર્સ કોવ-૨ (યુકે વેરીઅન્ટ)ના B1.1.7 વાઇરસનો પ્રભાવ દેશમાં ઘટી રહ્યો છે. બુધવારે પત્રકારોને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે યુકે વેરીઅન્ટ  દેશના ઉત્તરીય ભાગમાં પોતાનો પ્રભાવ દર્શાવી રહ્યો છે. યુકે વેરીઅન્ટના પંજાબમાં ૪૮૨ સેમ્પલ્સ, દિલ્હીમાં ૫૧૬, તેલંગણામાં ૧૯૨, મહારાષ્ટ્રમાં ૮૩ અને કર્ણાટકમાં ૮૨ સેમ્પલ્સ નોંધાયા છે.

તેમણે કહ્યું હતું કે ટોચની ૧૦ સરકારી લેબોરેટરીઓ અને ઇન્સ્ટિટ્યૂશન્સ ડિસેમ્બર મહિનાથી કોરોના વાઇરસના જીનોમ સીકવન્સિંગ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં ૧૮,૦૫૩ સેમ્પલ્સનું સીકવન્સિંગ કરાયું છે.

B.1.617 તરીકે ઓળખાતો ડબલ મ્યુટન્ટ મહારાષ્ટ્રમાં (૭૬૧ સેમ્પલ્સ), પશ્યિમ બંગાળ (૧૨૪), દિલ્હી (૧૦૭) અને ગુજરાત (૧૦૨)ને ડોમિનેટ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાનો B.૧.૩૧૫ નામે ઓળખાતો વેરીઅન્ટ તેલંગણા અને દિલ્હીમાં જોવા મળી રહ્યો છે જયારે કે બ્રાઝિલનો વેરીઅન્ટ (P1) મહારાષ્ટ્રમાં નજીવા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.

(4:12 pm IST)