Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

પંજાબમાં કાલથી ૩ર ખેડૂત સંગઠનો લોકડાઉનના વિરોધમાં રસ્તા ઉપર ઉતરશે

સરકાર પોતાની નાકામી છુપાવવા લોકડાઉન લાદી રહી છેઃ ખેડૂત નેતા બલબીરસિંહ

નવી દિલ્હી તા. ૭: સમગ્ર દેશમાં કોરોનાના પ્રકોપ વચ્ચે પંજાબના ખેડૂતોએ સરકાર દ્વારા સંક્રમણ રોકવા માટે લગાવાયેલ લોકડાઉન વિરૂધ્ધ રસ્તા ઉપર ઉતરવાની જાહેરાત કરી છે.

પંજાબના ૩ર ખેડૂત સંગઠનોએ એલાન કર્યું છે કે તેઓ આવતીકાલ તા. ૮ થી લોકડાઉન વિરૂધ્ધ રસ્તા ઉપર ઉતરશે અને લોકોને પણ સાથે તેનો વિરોધ કરવા આહવાન કરશે. ખેડૂત નેતા બલબીરસિંહ આરોપ લગાડતા જણાવેલ કે સરકારે પોતાની નાકામી છુ઼પાવવા જ લોડાઉન લગાડયું છે. આ ખેડૂતોનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે.

તેમણે દાવો કરેલ કે કોરોનાથી નિપટવા લોકડાઉન કોઇ હલ નથી. કેન્દ્ર સરકાર ઉપર આરોપ લગાડતા જણાવેલ કે ગયા વર્ષે લોકડાઉન દરમિયાન જ ત્રણ કાળા કાયદાઓ પણ બનાવાયેલ. લોકડાઉન કોઇ ેસમાધાન નથી. તેનાથી ફકત અર્થવ્યવસ્થાને નુકશાન થશે અને બેરોજગારી વધશે. સરકાર લોકડાઉનની આડમાં પોતાની નાકામી છુપાવી રહી છે. તે દર્દીઓને ઓકસીજન, બેડ અને અન્ય ચિકિત્સા સુવિધાઓ આપવામાં ફેલ રહી છે.

(3:23 pm IST)