Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સંશોધિત દિશા-નિર્દેશ જાહેર

રેમડેસિવિર ઇન્જેકશન માત્ર અને માત્ર હોસ્પિટલમાં આપી શકાશે

હોમ આઈસોલેશનમાં ૧૦ સુધી રહેવા અને સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવવાની સ્થિતિમાં દર્દી હોમ આઈસોલેશનથી બહાર આવી શકે છે અને તે સમયે ટેસ્ટિંગની જરૂર નથી

નવી દિલ્હી, તા.૭: દેશમાં કોરોનાની પરિસ્થિતિ નીકળવા માટે રાજય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી તમામ સક્રિય છે. હોસ્પિટલોમાં ઘણી વખત સામાન્ય દર્દીઓ બેજ ની જગ્યા રોકી લેતા હોવાના કારણે ગંભીર દર્દીઓને બેડ મળતાં ન હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. ત્યારે કેન્દ્ર સરકારે ફરી એક વખત દિશા નિર્દેશ જાહેર કર્યા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હોમ આઈસોલેશનમાં રહેતા હળવા લક્ષણ કે લક્ષણ વગરના દર્દીઓ માટે સંશોધિત દિશા-નિર્દેશ જાહેર કર્યા છેઆ દિશા નિર્દેશ અંતર્ગત જણાવવામાં આવ્યું છે કે હોમ આઈસોલેશનમાં ૧૦ સુધી રહેવા અને સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવવાની સ્થિતિમાં દર્દી હોમ આઈસોલેશનથી બહાર આવી શકે છે અને તે સમયે ટેસ્ટિંગની જરૂર નથી. દિશા નિર્દેશો પ્રમાણે સ્વાસ્થ્ય અધિકારી દ્વારા દર્દીની સ્થિતિને હળવા કે લક્ષણ વગરના કેસ નક્કી કરવો જોઈએ.

તેવા કેસમાં દર્દીઓના સેલ્ફ આઇસોલેશનની તેના ઘર પર વ્યવસ્થા હોવી જોઈએ. તેવા દર્દી જે રૂમમાં રહે છે તેના ઓકિસજન સૈચુરેશન પણ ૯૪થી વધુ રહેવી જોઈએ અને તેમાં વેન્ટિલેશનની સારી વ્યવસ્થા હોવી જોઈએ. લક્ષણો વગરના દર્દીઓના સંક્રમિત થવાની પુષ્ટિ પ્રયોગશાળામાં તપાસ બાદ કરવી જોઈએ.

દર્દી માટે દરેક સમયે દેખરેખ રાખનાર ઉપસ્થિત હોવા જોઈએ અને હોમ આઈસોલેશન દરમિયાન કેયરટેકર તથા હોસ્પિટલ વચ્ચે સંવાદ જારી રહેવો જોઈએ.

૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને તણાવ, ડાયાહિટીસ, હાર્ટ સમસ્યા, ક્રોનિક લંગ/લીવર/કીડની રોગ વગેરે કેસમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં ચિકિત્સાધિકારી યોગ્ય રીતે દર્દીના સ્વાસ્થ્યની યોગ્ય તપાસ કર્યા બાદ હોમ આઈસોલેશનની મંજૂરી આપશે.

જો તાવ નિયંત્રિત થઈ રહ્યો નથી તો પેરાસીટામોલ ૬૫૦ એમસી દિવસમાં ચાર વાર લઈ શકો છો. તેમ છતાં તાવ નિયંત્રણમાં આવતો નથી તો ડોકટરનો સંપર્ક કરી શકો છો નોપ્રોકસેન ૨૫૦ એમજી જેવી નોન-સ્ટેયરોયડલ એન્ટી-ઇંફ્લેમેટરી ડ્રગ દવાઓ દિવસમાં બે વાર આપી શકે છે.

દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે આવા દર્દી ત્રણથી પાંચ દિવસ માટે આઇવરમેકિટન (૨૦૦ એમસીજી/કિગ્રા) ટેબલેટ દિવસમાં એક વાર લઈ શકે છે.

પાંચ દિવસથી વધુ તાવ/શરદી રહેવા પર ઇંહેલર દ્વારા ઇન્હેલેશન બૂડેસોનાઇટ દિવસમાં બે વાર ૮૦૦ એમસીજીના ડોઝ આપી શકે છે.

રેમડેસિવિર ઇન્જેકશન માત્ર અને માત્ર હોસ્પિટલમાં આપી શકાશે અને તેને દ્યરે લેવાનો પ્રયાસ કરવામાં આવે નહીં.

(11:02 am IST)