Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

છેલ્લા ચાર દિવસમાં ડીઝલમાં ૧ રૂપિયો પ્રતિ લીટરનો ભાવ વધારો થયો છેઃ તો આ દરમિયાન પેટ્રોલમાં ૭૭ પૈસાનો વધારો થયો છે

નવી દિલ્હી, તા.૭: સરકારી તેલ કંપનીઓ એ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો  કર્યો છે. વધારો પણ એવો કે ચાર દિવસમાં ડીઝલ પ્રતિ લીટર એક રૂપિયો મોંઘુ થઈ ગયું છે. પરંતુ કાચા તેલના આંતરરાષ્ટ્રીય બજારમાં આવી તેજી નથી. શુક્રવારે દિલ્હીની બજારમાં પેટ્રોલ ૨૮ પૈસાના વધારા સાથે ૯૧.૨૭ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. ડીઝલ પણ ૩૧ પૈસાના ઉછાળા સાથે ૮૧.૭૩ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે.

છેલ્લા બે મહિનાથી દેશના દ્યણા રાજયોમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી. પાછલા મહિને કાચુ તેલ મોંદ્યુ થવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નહતો. પરંતુ આ વચ્ચે કાચુ તેલ સસ્તુ થયા બાદ ચાર ભાગમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દ્યટ્યા હતા. તેનાથી પેટ્રોલ ૭૭ પૈસા પ્રતિ લીટર સસ્તું થઈ ગયું હતું. હવે સતત ચોથા દિવસે ભાવમાં વધારો થયો છે. ચાર દિવસમાં પેટ્રોલ ૯૦ પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે.

પાંચ રાજયોના વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ચૂંટણીની અધિસૂચના ૨૬ ફેબ્રુઆરીએ જાહેર થઈ હતી. ત્યારબાદ સરકારી તેલ કંપનીઓએ છેલ્લે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ના ડીઝલના ભાવમાં ૧૭ પૈસાનો વધારો કર્યો હતો. ત્યારબાદ બે મહિનાથી વધુ સમય સુધી કોઈ ભાવ વધારો જોવા મળ્યો નહીં. પરંતુ માર્ચ-એપ્રિલ દરમિયાન ડીઝલના ભાવમાં ચાર વખત દ્યટાડો જોવા મળ્યો હતો. તે કારણે ડીઝલ ૭૪ પૈસા સસ્તું થયું હતું. હવે સતત ચોથા દિવસે તેમાં ભાવ વધારો જોવા મળ્યો છે. ચાર દિવસમાં ડીઝલમાં એક રૂપિયો પ્રતિ લીટરનો વધારો થયો છે.

ત્રણ દિવસમાં ૧૦૦ પૈસા મોંદ્યુ થયું ડીઝલ

શહેરનું નામ

પેટ્રોલ રૂપિયા/લીટર

ડીઝલ રૂપિયા/લીટર

દિલ્હી

૯૧.૨૭

૮૧.૭૩

મુંબઈ

૯૭.૬૧

૮૮.૮૨

ચેન્નઈ

૯૩.૧૫

૮૬.૬૫

કોલકત્તા

૯૧.૪૧

૮૪.૫૭

ભોપાલ

૯૯.૨૮

૯૦.૦૧

રાંચી

૮૮.૫૭

૮૬.૩૪

બેંગલુરૂ

૯૪.૩૦

૮૬.૬૪

પટના

૯૩.૯૨

૮૬.૯૪

ચંડીગઢ

૮૭.૮૦

૮૧.૪૦

લખનઉ

૮૯.૩૬

૮૨.૧૦

(11:01 am IST)