Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

એક, બે નહીં, ૧૦ વખત કોરોના નેગેટિવ આવી મહિલા : તો પણ મોત

કોરોના વાયરસની વેકિસન આવ્યા બાદ કોરોના મહામારી સાથે જોડાયેલા કેટલાક જટીલ કેસ સામે આવી રહ્યા છે

લંડન,તા. ૭: કોરોના વાયરસની વેકસીન આવ્યા બાદ કોરોના મહામારી સાથે જોડાયેલા કેટલાક જટીલ કેસ સામે આવી રહ્યા છે. આવો જ એક કેસ બ્રિટનમાંથી સામે આવ્યો છે. અહીં ૫૫ વર્ષની એક મહિલા સતત કોરોના ટેસ્ટ કરાવતી રહી હતી. તે ૧૦ વખત કોરોના નેગેટિવ આવી ચુકી હતી. પરંતુ આમ છતાં તેનું કોવિડ-૧૯દ્ગક્ન કારણે મોત થયું હતું.

ધન સનની એક રિપોર્ટ પ્રમાણે ૫૫ વર્ષની ડેબ્રા શો હર્નિયાના ઓપરેશન માટે રોયલ સ્ટોક યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. તે આ ઓપરેશન બાદ સ્વસ્થ્ય રીતે રિકવર થઈ રહી હતી. પરંતુ અચાનક તેને શ્વાંસ લેવા માટે તકલીફ પડી રહી હતી અને તે કોમામાં સરી પડી હતી. આ મહિલા પોતાની સર્જરીના બે સપ્તાહમાં જ મોતને ભેટી હતી.

ડેબ્રાએ કોવિડ ફ્રી વોર્ડમાં રાખવામાં આવી હતી. અને હોસ્પિટલે તેના પરિવારને અંતિમ દર્શન માટે બોલાવ્યા હતા. પરંતુ મોતની તપાસમાં સામે આવ્યું હતું. કે ડેબ્રાનું મોત કોવિડના કારણે થયું હતું. આ સાંભળીને મહિલાના પરિજનોના હોશ ઉડી ગયા હતા. તે જાણવા માંગતા હતા કે જો ડેબ્રાને કોવિડ હતો તો તેને કોવિડ ફ્રી વોર્ડમાં કેમ રાખવામાં આવી હતી.

આ મહિલાના પુત્ર ક્રિસના જણાવ્યા પ્રમાણે મારી માતાને જયારે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી ત્યારે તેમનો રોજ કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ રોજ તેમનો રિપોર્ટ નેગેટીવ આવતો હતો. મારા માતાના ફેંફસાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જોકે તેમાં પણ કોરોના વાયરસ હોવાનું કોઈ પ્રમાણ ન મળ્યું. આવી સ્થિતિમાં જયારે અમે માતાનું મરણપત્ર જોયું તો અમે ચોંકી ગયા હતા.

ક્રિસે વધુમાં જણાવ્યું હતું કે, આ ડેથ સર્ટિફિકેટમાં લખ્યું હતું કે તેમની માતાનું મોત કોવિડથી થયું હતું. જોકે આ મામલામાં સતત કહેવામાં આવતું હતું કે તેમને કોરોના નહીં પરંતુ નિમોનિયા છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે અંતિમ દર્શન માટે અમને પીપીઈ કીટ કે કોઈપણ સુરક્ષાના સાધનો વગર મળવા દેવાયા જેથી અમારા પરિવાર ઉપર પણ કોરોનાનો ખતરો વધી ગયો છે.

(10:10 am IST)