Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

૨૫ કરોડ સુધીની પર્સનલ -બિઝનેસ લોન ૨ વર્ષ માટે રિસ્ટ્રકચર થઇ શકશે

આર્થિક કટોકટી વેઠી રહેલા નાના -મધ્યમ એકમોને આરબીઆઇની રાહત

મુંબઇ,તા. ૭: કોરોનાના પ્રથમ વેવમાં દ માસ માટે જાહેર કરાયેલા મોરેટોરિયમની જેમ સેકન્ડ વેવમાં પણ એમએસએમઈ (માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ) સાથે સંકળાયેલા ઉદ્યોગકારની પર્સનલ અને બિઝનેસની રૂ- રપ કરોડ સુધીની લોન ર૨ વર્ષ માટે રિસ્ટ્રકચર કરવા માટેની સુવિધા આપવા બેંકોને આદેશ આપ્યો છે. આ સાથે રેકડીવાળા, શાકભાજીવાળા સહિતના નાના વેપારીઓને પ્રાયોરિટી સેકટરમાં મૂકી સ્મોલ ફાઇનાન્સ  ઈન્સ્ટિટ્યૂટુસને લોન ધિરવા માટે પણ આદેશ કર્યો છે.

આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની એમએસએમઈ માટે  જાહેર થયેલી નવી રાહત પ્રમાણે તા.૩૧મી માર્ચ ર૦ર૧૧ સુધી જે  ઉદ્યોગકારનું સ્ટાન્ડર્ડ લોન એકાઉન્ટ હોય અને રૂ. રપ કરોડ સુધીનું આઉટસ્ટેન્ડિંગ (વણચૂકવાયેલી) હોય  તેમને ર વર્ષ માટે પર્સનલ કે બિઝનેસ  એમ બન્ને કેટેગરીમાં લોન રિસ્ટ્રકચરિંગનો લાભ આપવા જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત રિઝયોલ્યુશન ફ્રેમવર્ક ૧ એટલે કરે ગત વર્ષે જહેર કરવામાં આવેલી મોરેટોરિયમનો પણ લાભ ઉધોગકારોએ મેળવ્યો હોઈ તો તેમને પણ લોન રિસ્ટ્રકચરિંગનો લાભ આપી શકાશે. આ સાથે વધારાની વર્કિંગ કેપિટલની જરૂરિયાત પડતી હોઈ તો એમાઉન્ટ વધારવાની સત્ત્।ા પણ બેંકોને સોંપવામાં આવી છે. આત્મનિર્ભર લોનની માફ ક નાના વેપારીઓ કે ગૃહઉધોગ સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવતી લોનને હવે પ્રાયોરિટી સેકટરમાં સ્થાન આપવામાં આવ્યું છે. ૧ વર્ષ માટે આવા ઉદ્યોગોને નવી લોન આપવા માટે પણ માઈક્રો અને સ્મોલ ફાઈનાન્સ ઈન્સ્ટિટયૂટશનને આરબીઆઈએ આદેશ કયો છે.

  • બેંકો માટે આપદા વધશે

હજુ એનપીએની ગણતરીને લઈને ઘણી મુંઝવણો છે. ત્યાં એમએસએમઈ સેકટરને રિસ્ટ્કયરિંગનો લાભ આપવા સામે તેમનું લોન ખાતું એનપીએમાં ગણતરી નહીં કરવા સચના છે. જેના માટે બેંકોએ લોન રિસ્ટ્રકયરિંગ થતું કુલ રકમ સામે નફામાંથી ૧૦ ટકાની જોગવાઈ કરવી પડશે. ઉદ્યોગોને રાહત થાય તે આવશ્યક છે પરંતુ બેંકોની આપદા વધશે.

(10:07 am IST)