Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

'ચૂંટણી ખતમ, લૂંટ ફરી શરૂ.: પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો સરકાર પર કટાક્ષ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, ચૂંટણી પુરી થવાની સાથે જ લૂંટ ફરી શરૂ થઈ છે. કોંગ્રેસ નેતાએ હિન્દીમાં ટ્વિટ કરીને કહ્યું કે, 'ચૂંટણી ખતમ, લૂંટ ફરી શરૂ.'

રાહુલ ગાંધીએ 6 એપ્રિલથી 3 મે દરમિયાન ઘણા દિવસો સુધી ભાવ સ્થિર રહ્યા પછી સતત ત્રીજા દિવસે ઇંધણનાં ભાવમાં વધારા પછી સરકાર પર પ્રહાર કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલમાં 25 પૈસા અને 20 પૈસાનો વધારો જોવા મળ્યો છે. નવા વધારા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલની કિંમત 90.99 રૂપિયા પ્રતિ લિટર અને 81.42 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે. આપને જણાવી દઈએ કે, અગાઉ દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર રસીકરણ, ઓક્સિજનનો અભાવ અને લોકોની આર્થિક સ્થિતિ કથળતી હોવા પર નિશાન સાધ્યું હતું. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે રાહુલ ગાંધીએ રસીકરણ, ઓક્સિજનનો અભાવ અને આર્થિક સહાય આપવાની માંગ કરી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, સેન્ટ્રલ વિસ્તા માટે 13,450 કરોડ રૂપિયા માટે. અથવા 45 કરોડ ભારતીઓનું સંપૂર્ણ રસીકરણ. અથવા NYAY હેઠળ 10 મિલિયન ઓક્સિજન સિલિન્ડર અથવા 20 મિલિયન પરિવારોને 6000 રૂપિયા. પરંતુ વડા પ્રધાનનો અહંકાર લોકોનાં જીવન કરતા વધારે છે.

(12:36 am IST)