Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત : 24 કલાકમાં 62,194 નવા કેસ નોંધાયા : વધુ 853 લોકોના મોત

છેલ્લા ચાર દિવસથી નવા કેસમાં આંશિક ઘટાડા બાદ ફરીવાર નવા કેસ 60 હજારથી વધુ નોંધાયા

 મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાની ગંભીર સ્થિતિ છે. કોરોના મામલે રાજ્ય સરકારે નવી ગાઇડ લાઇન મુજબ મહારાષ્ટ્રમાં કડક લોકડાઉન અમલી બનાવ્યો છે તે છંતા પણ કોરોનાથી મોત વધુ થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 62,194 કેસો નોંધાયા છે જયારે 853 લોકોના કોરોનાથી મોત થયાં છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કડક નિયમો બનાવ્યા હોવા છંતા પણ કેસો વધી રહ્યા છે.છેલ્લા ચાર દિવસથી નવા કેસોમાં આંશિક ઘટાડો જોવા મળ્યા હતા પરતું ફરીવાર નવા કેસો 60 હજાર પાર જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમણના કેસો 62,194 નોંધાયા છે ,જયારે 853 લોકોના મોત થયાં છે. અત્યાર સુધી કુલ 49,42,736 કેસો નોંધાયા છે,જયારે 42,27,940 લોકોએ કોરોનાને માત આપીને સાજા થયાં છે.અત્યાર સુધી કુલ 73,515 લોકોના કોરોનાથી મોત થયાં છે. જયારે એકટીવ કેસોની સંખ્યા 6,39,075 છે.

(12:26 am IST)
  • રાજસ્થાનમાં ૧૦ મે થી ૨૪ મે સુધી કડક લોકડાઉન: લગ્ન પ્રસંગો ઉપર ૩૧ મે સુઘી પ્રતીબંઘ: રાજસ્થાનમાં કોરોના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે કોરોનાને કાબુમાં લેવા લોકડાઉન સહિતના આકરા પગલા સાથે અશોક ગેહલોત સરકાર આકરા પાણીએ access_time 12:07 am IST

  • આરટી - પીસીઆર ટેસ્ટનો ચાર્જ ઘટાડવાના હુકમ સામે સ્ટે આપવા કેરળ હાઈકોર્ટનો ઇન્કાર : કેરળમાં કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટનો ચાર્જ રૂપિયા ૧૭૦૦ માંથી રૂ. ૫૦૦ કરવાના કેરળ સરકારના હુકમ ઉપર મનાઇ હુકમ આપવા માટે કેરળ હાઇકોર્ટે ઈન્કાર કર્યો છે. access_time 1:54 pm IST

  • મહિલા ક્રિકેટર ક્રિષ્ના મુર્થીના માતા અને બહેનનું મોત : કોરોનાએ અનેક પરિવારોનો માળો પીખી નાંખ્યો છે. ભારતની મહિલા ક્રિકેટ ટીમના સભ્ય વેદા ક્રિષ્નામુર્થીએ માત્ર એક જ સપ્તાહમાં તેના માતા અને બહેન કોરોનાથી ગુમાવ્યા છે. access_time 4:05 pm IST