Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે દેશમાં લોકડાઉની વિચારણા

દેશમાં કોરોનાની બીજી લહેરમાં વકરતી સ્થિતિ : કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના હેડ પોલે નેશનલ લોકડાઉનના ઓપ્શન અંગે ચર્ચા ચાલી રહી હોવાની માહિતી આપી, અનેક રાજકીય પક્ષોની લોકડાઉનની માગ

નવી દિલ્હી, તા. : ભારતમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી છે ત્યારે શું ભારત સરકાર સંપૂર્ણ લોકડાઉન લગાવવા વિચાર કરી રહી છે તેવો સવાલ થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આવી કોઈ સંભાવનાનો ઈનકાર નથી કરવામાં આવ્યો. નીતિ આયોગના સદસ્ય વીકે પૉલે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નેશનલ લોકડાઉનના ઓપ્શન અંગે ચર્ચા ચાલી રહી હોવાની માહિતી આપી હતી. વીકે પૉલ નેશનલ કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના હેડ છે કારણે પણ તેમનું નિવેદન મહત્વનું બની રહે છે. તેમણે કહ્યું હતું કે, 'વર્તમાન સ્થિતિને લઈ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સાથે જો પ્રતિબંધોની વાત કરીએ તો જો આકરા પ્રતિબંધોની જરૂર પડશે તો હંમેશા ઓપ્શન પર ચર્ચા થાય છે, સંજોગોમાં જે નિર્ણયની જરૂર પડશે તે લેવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નીતિ આયોગના સદસ્યએ કહ્યું કે, રાજ્ય સરકારોને પહેલેથી સ્થાનિક સ્થિતિના આધાર ઉપર ૧૦ ટકાથી વધારે પોઝિટિવિટી રેટના આધારે જિલ્લાવાર પ્રતિબંધો લગાવવાની સલાહ આપવામાં આવી છે. અનેક રાજ્યોએ પહેલેથી પોતાના ત્યાં લોકડાઉન, કર્ફ્યુ, નાઈટ કર્ફ્યુ, વીકેન્ડ લોકડાઉન જેવા પગલા ભરેલા છે ત્યારે સંપૂર્ણ લોકડાઉનની ચર્ચા પણ થઈ રહી છે. મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા અનેક રાજ્યોમાં પ્રતિબંધો લાગુ છે.

કોરોનાની બીજી લહેરની અસરને પગલે છેલ્લા કેટલાક દિવસથી રાજકીય દળો ઉપરાંત નિષ્ણાંતો દ્વારા નેશનલ લોકડાઉનની માંગ થઈ રહી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી ચુક્યા છે. દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે નિષ્ણાતોએ ત્રીજી લહેરને લઈ ચેતવણી આપી દીધી છે. ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકશે તે નિશ્ચિત છે તેમ કહ્યું હતું. સંજોગોમાં જો બીજી લહેર વખતે દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે તો ત્રીજી લહેરનો સામનો કઈ રીતે કરીશું તેવો સવાલ થઈ રહ્યો છે.

(12:00 am IST)