Gujarati News

Gujarati News

News of Thursday, 7th May 2020

સત્તા પરિવર્તન અને હાઈકમાન્ડે બોલાવ્યાની વાત સંપૂર્ણ વજુદ વિનાની છે : વિજયભાઈના નેતૃત્વમાં ગુજરાત કોરોના વાયરસ સામે શ્રેષ્ઠ લડત આપી રહેલ છે : મનસુખભાઈ માંડવીયાની અકિલા સાથે ખાસ વાતચીત

વિજયભાઈના નેતૃત્વ હેઠળ ગુજરાત કોરોના સામેની લડતને ખૂબ સારી રીતે હેન્ડલ કરી રહેલ છે : સોશ્યલ મીડિયામાં જે કંઈ ચાલી રહ્યુ છે તે માત્ર રૂમર (અફવા) છે : 'મનસુખ માંડવીયાને હાઈકમાન્ડનું કોઈ તેડું આવ્યુ નથી : ગુજરાતને અસ્થિર કરવાનો પ્રયાસ થયો છે તે યોગ્ય નથી' : અકિલા સાથેની વાતચીતમાં બપોરે ૪:૩૦ વાગ્યે કેન્દ્રીય કેબીનેટ મંત્રી (શીપીંગ) શ્રી મનસુખભાઈ માંડવીયાએ સ્પષ્ટ કહેલ કે વિજયભાઈના નેતૃત્વમાં ગુજરાત કોરોના વાયરસથી સર્જાયેલ પરિસ્થિતિને બખૂબી સારી રીતે હેન્ડલ કરી રહેલ છે : આવી પરિસ્થિતિમાં તેમને અસ્થિર કરવાની આ ચેષ્ઠાને હું સખત શબ્દોમાં વખોડી કાઢુ છું : મને હાઈકમાન્ડનું કોઈ તેડુ આવ્યુ નથી : શ્રી મનસુખભાઈએ આ બાબત તેમના પર્સનલ ટ્વીટર હેન્ડલ ઉપર પણ મૂકી રહ્યાનું અકિલાને જણાવેલ

(5:08 pm IST)