Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

BSFના સસ્પેન્ડેડ તેજ બહાદુર 50 કરોડમાં પીએમ મોદીની હત્યા કરવાની વાત કરતો હોવાનો ચોંકાવનારો કથિત વિડિઓ વાયરલ

બીજેપી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું તેજ બહાદુર યાદવના નિવેદનથી સ્તબ્ધ

 

નવી દિલ્હી :બીએસએફના સસ્પેન્ડ જવાન તેજ બહાદુર યાદવનો વધુ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તે 50 કરોડ રુપિયાના બદલામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હત્યા કરવાની વાત કરતો જોવા મળે છે. વાયરલ વીડિયોમાં કથિત રીતે તેના મિત્રો પણ જોવા મળી રહ્યા છે.

 વીડિયો મીડિયામાં આવતા બીજેપીએ પ્રતિક્રિયા આપી છે. બીજેપી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું હતું કે તેજ બહાદુર યાદવના નિવેદનથી સ્તબ્ધ છું. જોકે વાયરલ વીડિયોને પૃષ્ટિ થઈ નથી.


બીજેપી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજ બહાદુર યાદવના નિવેદનોથી સ્તબ્ધ છું. સપાએ તેને વારાણસીથી ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી. જોકે કેટલાક કારણોસર તેનું નામાંકન રદ થઈ ગયું છે. આપણે ટીવી પર જોઈ શકીએ છીએ કે કેવી રીતે 50 કરોડ રુપિયાના બદલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચવાની ઇચ્છા જતાવી રહ્યો છે.

(12:00 am IST)