Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

યુ.એસ.માં ન્યુયોર્ક સાઉથ એશિયન અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે મહિલા સશકિતકરણ પ્રોગ્રામ યોજાયોઃ કોર્પોરેટ ક્ષેત્રોમાં મહિલાઓના પ્રદાન માટે પ્રોત્સાહન આપવાનો હેતુ

ન્યુયોર્ક : યુ.એસ.માં ન્યુયોર્ક સાઉથ એશિયન અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (NYSACOC)ના ઉપક્રમે ૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ વીમેન એમ્પાવર ઇવેન્ટ એટલે કે મહિલા સશકિતકરણ પ્રોગ્રામ યોજાઇ ગયો જેમાં કોર્પોરેટ ક્ષેત્રોમાં મહિલાઓના પ્રદાન વિષે જાણકારી તથા પ્રોત્સાહન આપવાનો હેતુ હતો.

'સેલિબ્રેટીંગ જર્ની ઓફ વીમેન ઇન ધ કોર્પોરેટ વર્લ્ડ' થીમ સાથે યોજાયેલા આ પ્રોગ્રામના કિ-નોટ સ્પીકર તરીકે ડો. દિલશાદ દયાની હતા. જેઓ હ્યુમન રાઇટસ માટે એવોર્ડ વિજેતા છે. કોલમ્બીયા યુનિવર્સિટીના તથા સ્કૂલ ઓફ ન્યુયોર્ક ટાઇમ્સના પ્રોફેસર છે.

પ્રોગ્રામના ચેરપર્સન તરીકે ડો. શીતલ દેસાઇ હતાં. જેઓ સફળ વ્યવસાયી મહિલા છે. જેઓને લોન્ડા આઇલેન્ડ પાવર વીમેન ઇન બિઝનેસ એવોર્ડ મળેલો છે. તથા SACOCના બોર્ડ ઓફ ડીરેકટરમાં સ્થાન ધરાવે છે.

આ તકે નાસ્સાઉ કાઉન્ટી ધારાસભ્ય જોશુઆ 'જોશ' લાફઝન હાજર રહ્યા હતા. જેમણે ડો. દિલશાદ દયાની, ડો. શીતલ દેસાઇ, શ્રી ફરાહ વાસવાણી તથા સુશ્રી અમિતા કર્વલને પ્રશસ્તિપત્ર આપી બિરદાવ્યા હતાં.

પ્રોગ્રામના મુખ્ય વકતાઓએ મહિલાઓને દરેક ક્ષેત્રે સમાન તક મળે, પરિવારમાં પુત્ર તથા પુત્રી સમાન ગણાય તેમજ મહિલાઓના સશકિતકરણમાં પુરૂષો પણ યોગદાન આપે તેવો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ૭૦ ઉપરાંત વ્યાવસાયિકો હાજર રહ્યા હતાં.

ચેમ્બર પ્રેસિડન્ટ શ્રી દીલીપ ચૌહાણએ ચેમ્બરના હેતુ વિષે સમજુતિ આપી હતી તથા નવા જુના તમામ વ્યાવસાયિકો એકબીજાને સહકાર તથા પ્રોત્સાહન આપે તેમજ માઇનોરીટી અને મહિલાઓ વ્યવસાય ક્ષેત્રે વધુ આગળ વધે તેવો હેતુ હોવાનું જણાવ્યુ હતું. તથા આ માટે અનુભવી લોકોનું માર્ગદર્શન મળતુ રહે તેવી આશા વ્યકત કરી હતી.

NYSACOS ચેરમેન શ્રી શાન શાહીનએ પણ તમામને મદદરૂપ થવા તથા માર્ગદર્શન આપવા ઉત્સુકતા વ્યકત કરી હતી તેવું રોઝ NY દ્વારા જાણવા મળે છે.

(7:14 pm IST)