Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

મોડીરાત્રે દિલ્હી-એનસીઆરમાં વીજપુરવઠો ખોરવાયો:પવન ફુંકાવો શરુ : ધૂળની તેજ ડમરી ઉડી :વાહન વ્યવહાર થંભ્યો :ઇમર્જન્સી નંબર 1077 જાહેર

ત્રણથી ચાર કલાકમાં 50થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે :બે કલાકમાં એનસીઆર, જીંદ, રોહતક, ભિવાની અને નારનૌલમાં વરસાદ

 

નવી દિલ્હી :મોડીરાત્રે દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો છે અને ભારે પવન ફુંકાવો શરુ થયો છે મોડીરાત્રે ધૂળની તેજ ડમરી ઉડી રહી છે અને વાહન વ્યવહાર થંભ્યો છે ત્યારે દિલ્હી સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ઇમર્જન્સી નંબર 1077 જાહેર કરાયો છે

ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આતંક મચાવ્યાં બાદ તોફાન હવે ઉત્તરીય રાજ્યોમાં ફંટાઇ શકે છે. ભારતીય હવામાન ખાતાનાં મુજબ આગામી 2 કલાકમાં એનસીઆર, જીંદ, રોહતક, ભિવાની અને નારનૌલમાં વરસાદ થઇ શકે છે.: દિલ્હી સહિત આગામી 3-4 કલાકમાં એનસીઆરમાં તોફાન 50થી 70 કિલોમીટરની ઝડપે દોડીને આવી શકે છે. તોફાનને લઇને આફતને પગલે દિલ્હી સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ઇમરજન્સી નંબર પણ જાહેર કરી દેવામાં આવેલ છે. જેમાં નાગરિક 1077 પર ફોન કરીને તોફાન અંગેની જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

(12:39 am IST)