Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ભારતીય દંપતિ દિકરીઓને ખોળે લેતા થઇ ગયા છેઃ મહારાષ્‍ટ્ર આગળ

મહારાષ્‍ટ્રનું ભૌગોલીક ક્ષેત્ર મોટું છે એટલા માટે નહિ પરંતુ રાજયમાં મોટી સંખ્‍યામાં બાળકોને ખોળે અપાવતી એજન્‍સીઓ કાર્યરત હોવાથી અહિંયા રેસીયો ઉંચો : ગુજરાતમાં સેકસ રેસીઓ એટ બર્થ જોઇએ તો દર ૧૦૦૦ છોકરા સામે છોકરીઓનો રેસીઓ ૮પ૪નો છે. આ રેસીઓ અગાઉ ૯૦૭ : ૧૦૦૦નો હતો

નવી દિલ્‍હી, તા.,૭: છેલ્લા ૬ વર્ષમાં ભારત ના જુદા-જુદા રાજયોમાં બાળકો દતક લેવાના કુલ કિસ્‍સાઓના ૬૦ ટકા કિસ્‍સાઓમાં દિકરીઓને દતક લેવામાં આવી હતી. સરકારી આંકડાઓમાં આ જાહેર થયું છે. ર૦૧૭-૧૮માં ૩ર૭૬ બાળકો દતક લેવાયા તે પૈકી ૧૮પ૮ દિકરીઓ હતી.

પીટીઆઇ દ્વારા ફાઇલ કરવામાં આવેલી  આરટીઆઇના જવાબમાં છેક ર૦૧ર થી દેશભરના રાજયોમાં કેટલા બાળકો દતક અપાયા તેના આંકડા બહાર પડયા છે. આ આંકડા દર્શાવે છે કે મહારાષ્‍ટ્રમાં દિકરીઓ દતક લેવાનું પ્રમાણ સૌથી વધુ છે. મહારાષ્‍ટ્ર રાજયમાં ર૦૧૭ના વર્ષમાં ૬૪ર બાળકો પૈકી ર૮૬ દિકરીઓ દતક લેવામાં આવી હતી. આ રાજયની પાછળ કર્ણાટકમાં ર૮૬ કિસ્‍સાઓમાંથી ૧૬૭ માં દિકરીઓને દતક લેવામાં આવી હતી. મહારાષ્‍ટ્રમાં બાળકો દતક અપાવતી એજન્‍સીઓ વધુ કાર્યરત હોવાના કારણે અહીંનો રેસીયો ઉંચો હોવાનો ફલીત થાય છે. દેશના અન્‍ય રાજયોમાં આશરે ર૦-ર૦ એજન્‍સીઓ કાર્યરત છે. જેની સરખામણીએ એકલા મહારાષ્‍ટ્રમાં ૬૦ એજન્‍સી કાર્યરત છે.

 આંકડાઓ ઉપરથી એવું પણ તારણ નિકળ્‍યું છે કે દંપતિઓ માટે છોકરાઓની સરખામણીએ છોકરીનો ઉછેર વધુ સરળ રહે છે. બાળક દતક ઇચ્‍છતા દંપતિઓ માટે એજન્‍સીઓ ૩ વિકલ્‍પ આપે છે. આ વિકલ્‍પમાં છોકરો-છોકરી કે કોઇ પણ બાળક સમાવિષ્‍ટ છે.

સેકસ રેસીયો એટ બર્થના નિતીઆયોગના આંકડાઓમાં ર૧ છોકરાઓની સામે ૧૭ છોકરીઓનું પ્રમાણ બહાર આવ્‍યું છે. ગુજરાતમાં સેકસ રેસીયો એટ બર્થ જોઇએ તો દર ૧૦૦૦ છોકરા સામે છોકરીઓનો રેસીયો ૮પ૪નો છે. આ રેસીયો અગાઉ ૯૦૭-૧૦૦૦નો હતો.

(1:30 pm IST)