Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

જીયો ગ્રાહકોને આપશે ૧૧૦૦ જીબી ફ્રી ડેટા

એફટીટીએચ કનેકશન સાથે ૧૧૦૦ જીબી બાદ ૧ મહિનામાં ૨૫ વખત ૪૦ જીબી ડેટા ફ્રીમાં મળશે : વાઈફાઈ એકસટેન્‍ડની પણ ઓફર

એક પછી એક શાનદાર ઓફર આપી પોતાના ગ્રાહકોને આકર્ષવા રિલાયન્‍સ જીયો દ્વારા વધુ એક ધમાકેદાર ઓફર કરવામાં આવી છે. જીયો તેના ગ્રાહકોને ૧ ટીબી ડેટા ફ્રી આપવા જઈ રહી છે. ટેલીકોમ સેકટરમાં ધમાલ મચાવનાર રિલાયન્‍સ જીયો હવે બ્રોડબેન્‍ડ ઈન્‍ટરનેટ તરફ પોતાના ડગ માંગી રહ્યુ છે.

૧૧૦૦ જીબી ડેટા ફ્રી

જીયો આ વર્ષના મધ્‍ય સુધીમાં હાઈસ્‍પીડ ફાઈબર ટૂ ધ હોમ (એફટીટીએચ) બ્રોડબેન્‍ડ સેવા શરૂ કરી દેશે. રિલાયન્‍સ જીયો પાસે દેશભરમાં ત્રણ લાખ કિ.મી. થી વધુ ઓપ્‍ટીક ફાયબરનું નેટવર્ક છે. મુંબઈ, નવી દિલ્‍હી, ચેન્‍નાઈ, અમદાવાદ, વડોદરા અને જામનગરમાં જીયો ફાયબર સેવા ઉપલબ્‍ધ કરાવાશે.

વોટ્‍સએપમાં નવી ફેસીલીટી

એક મહિનામાં ૧૧૦૦ જીબી ડેટાના રીપોર્ટ મુજબ રિલાયન્‍સ જીયો શરૂઆતમાં એફટીટીએચ કનેકશન સાથે ૧૦૦ જીબી ડેટા આપશે. જે પૂરો થયા બાદ યુઝર એક મહિનામાં ૨૫ વખત ૪૦ જીબી ડેટા રીચાર્જ ફ્રીમાં કરાવી શકશે. આ પ્રકારની ઓફરથી યુઝરને ૧૧૦૦ જીબી ડેટા ફ્રી મળશે. સાથોસાથ વાઈફાઈ કવરેજનું એકસટેન્‍ડ ઓફર પણ આપશે. જે કનેકશન મેળવવા માટે સિકયુરીટી રૂપે રૂા.૪૫૦૦ આપવા પડશે. કંપની દ્વારા કનેકશન સાથે એકરાઉટર ઈન્‍સ્‍ટોલ કરાશે. જે ઈન્‍ટરનેટ પ્રોટોકોલ ટેલીવીઝન (આઈપીટીવી) સર્વિસ લોન્‍ચ કર્યા બાદ સેટટોપ બોકસના રૂપમાં પણ કામ કરશે.

(11:20 am IST)