Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ઉત્તર પ્રદેશમાં બારીમાંથી કૂદીને કોરોના પોઝિટિવ નેપાળી જમાતી ફરાર 12 કલાકની શોધખોળ બાદ ઝડપી લેવાયો

12 કલાકની ભારે શોધખોળ બાદ આ જમાતી એક ઈંટની ભઢ્ઢી નજીક મળ્યો હતો

બાગપતના CHCના આઈસોલેસન વોર્ડમાં એડમિટ કોરોના પોઝિટિવ નેપાળનો એક જમાતી બારી બહાર ચાદર કાઢીને ફરાર થઈ ગયો છે. તપાસમાં 65 વર્ષીય નેપાળી કોરોના પોઝિટિવ નિકળ્યો હતો. ત્યારબાદ તેને COVID-19 હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. તેને કોરોના માટે બનાવવામાં આવેલી લેવલ-1 હોસ્પિટલ એટલે કે, ખેકડા CHCમાં ખસેડવામાં આવ્યો હતો.

અહીં તેની સારવાર થઈ રહી હતી પરંતુ સોમવારે રાતે તે છેતરીને ફરાર થઈ ગયો હતો. હવે બાગપત તથા નજીકના વિસ્તારોમાં તેની શોધ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીન મરકજથી 19 માર્ચે જિલ્લાના એક ગામની મસ્જિદમાં આવેલા 17 નેપાળી જમાતી પકડાયા હતા. આ બધાને બાલેનીમાં આઈસોલેટ કરવામાં આવ્યા હતા. તેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ મળતા ગયા બુધવારે રાતે તેને CHCના કોરોના વોર્ડમાં એડમિટ કરાવવામાં આવ્યો હતો. બે દિવસથી સંક્રમિત વ્યક્તિની હાલતમાં સુધાર હતો.

સોમવારે રાતે લગભગ એક-દોઢ વાગ્યે આ સંક્રમિત જમાતી CHCનો દરવાજો તોડીને જંગલ તરફ ફરાર થઈ ગયો હતો. સ્વાસ્થ્યકર્મીઓએ આ પ્રકરણમાં પોલીસને જાણકારી આપી હતી. કોરોના પોઝિટિવ, દિલ્હીના નિઝામુદ્દીન મરકજમાં થયેલા તબલીગી જમાતમાં સામેલ થયો હતો. છેલ્લા દિવસોમાં મરકજથી સંક્રમણની ઘટના સામે આવ્યા બાદ તેની સારવાર ખેકડા CHCમાં ચાલી રહી હતી. પોલીસની શોધખોળ દરમિયાન ઈંટના ભઠ્ઠા પર કામ કરનારા મજૂરોએ સંક્રમિત વ્યક્તિને બંદપુર તરફ ભાગ્યો હોવાનું જણાવ્યું હત

બાગપતમાં CHCથી કોરોના વાયરસ પોઝિટિવ તબલીગી જમાત સાથે જોડાયેલો નેપાળનો નાગરિક ફરાર થવાની માહિતી મળતા જિલ્લા અધિકારી શકુંતલા ગૌતમ સાથે SP ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. ત્યાં જિલ્લા અધિકારીએ CHC ઈન્ચાર્જ સાથે ઘણા સમય સુધી વાતચીત કરી હતી. SPએ ઘટનાસ્થળે હાજર સિપાહીઓને બોલાવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે બંને વિરુદ્વ સખત કાર્યવાહી કરવામાં આવશે. 12 કલાકની ભારે શોધખોળ બાદ આ જમાતી એક ઈંટની ભઢ્ઢી નજીક મળ્યો હતો, જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લઇ લીધો હતો

(8:13 pm IST)