Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

અમેરિકામાં કોરોના વાઇરસથી 4 ભારતીયોના મોત : ચારે મૃતકો કેરળના વતની

ન્યુયોર્ક : અમેરિકામાં કોરોના વાઇરસને  કારણે 4 ભારતીયોના મોત થયા છે.જે ચારે મૃતકો કેરળના વતની છે.જેમાં એક 21 વર્ષીય યુવતીનો પણ સમાવેશ થાય છે.ન્યુયોર્કમાં સ્થાયી થયેલા આ ભારતીયોના મૃત્યુને ફેડરેશન ઓફ કેરાલા એશોશિએશન્સ ઈન નોર્થ અમેરિકા ( FOKANA ) એ સમર્થન આપ્યું છે.તથા દિલગીરી વ્યક્ત કરી  છે.ભારતીય દૂતાવાસ પણ મૃતકોના પરિવાર સાથે સંપર્કમાં છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:18 pm IST)