Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર પાઠવી સાંસદોના પગારના કાપ અંગે સમર્થન આપ્યુ, તો સરકારી કોઈપણ જાહેરાતો ઉપર બે વર્ષ સુધી પ્રતિબંધ લગાવવા કહ્યુ

કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર પાઠવી સાંસદોના પગારમાં ૩૦% કાપ મામલે સમર્થન આપ્યુ છે : સાથોસાથ જણાવ્યુ કે સરકારની કોઈપણ જાહેરાતો ઉપર બે વર્ષ સુધીનો પ્રતિબંધ લગાવી દેવો જોઈએ તેમજ પ્રિન્ટ, ઈલેકટ્રોનિક અને ઓનલાઈન જાહેરાતો ઉપર પણ રોક લગાવી દેવી જોઈએ : સરકારી ઈમારતો માટે કરોડોના ખર્ચા ન કરવા જોઈએ : સાંસદોના વેતનના ૩૦% કાપનો યોગ્ય ઉપયોગ સરકાર દ્વારા થવો જોઈએ : ખેડૂતો - નાના ઉદ્યોગકારો - શ્રમિકોની મદદ કરવી જોઇએ : વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ તેની વિદેશયાત્રાઓ યોજવી ન જોઈએ : હાલમાં પ્રધાનમંત્રી રાહતફંડમાં ૩૦૦૦ કરોડ જેટલી રકમ ઉપલબ્ધ હોવાનું સોનિયા ગાંધીએ જણાવ્યુ છે

(4:16 pm IST)