Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

બ્રિટનના પીએમ આઇસીયુમાં: નરેન્દ્રભાઇએ જલ્દી સ્વસ્થ થવા આપી શુભકામનાઓ

કોરોના વાયરસથી સંક્રમિત બ્રિટિશના વડાપ્રધાન બોરિસ જહોનસનની તબિયત લથડતા તેમને હોસ્પિટલના આઈસીયુ માં રાખવામાં આવ્યા. ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટે સોમવારે આ માહિતી આપી. જહોનસન (૫૫) ને લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.  ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવકતાએ જણાવ્યું કે, 'આજે વડાપ્રધાનની હાલત કથળી ગઈ હતી, જે પછી તેમને તેમની તબીબી ટીમની સલાહ પર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

બીજી બાજુ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બ્રિટિશ વડાપ્રધાન માટે ટ્વિટ કરતાં કહ્યું કે, 'લડતા રહો વડાપ્રધાન બોરિસ જહોનસન. જલ્દીથી તમે હોસ્પિટલથી બહાર આવો અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું.

બીજી તરફ, બ્રિટિશ સરકારના સૂત્રોના હવાલેથી માહિતી આપી હતી કે વડાપ્રધાન બોરિસ જહોનસનને કોવિડ -૧૯ સંબંધિત કેટલીક નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં આવ્યા બાદ સારું લાગે છે. કેબિનેટ પ્રધાન રોબર્ટ જેનરિચે કહ્યું કે,   બોરિસ જહોનસન કોરોના વાયરસ સામે બ્રિટિશ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ પર પાછા ફરશે.

(4:00 pm IST)