Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મેલેરિયા છે એ દેશમાં કોરોના આક્રમક નથી

જે દેશમાં મેલેરિયા નાબૂદ થયો છે એ દેશમાં કોરોનાનો જીવલેણ હુમલોઃ પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા મેલેરિયા-કોરોનાના સંબંધનો અભ્યાસ કરે છે, જોકે પ્રમુખ કહે છે હજુ નિશ્ચિત તારણ પર નથી આવ્યા

નવી દિલ્હી તા. ૭: ભારતમાં લોકડાઉન છે, કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે, પરંતુ વિકસિત દેશોની તુલનાએ ભારતમાં કોરોનાની આક્રમકતા ઓછી છે. વિશ્વના ઘણાં વૈજ્ઞાનિકો આ અંગે આશ્ચર્ય વ્યકત કરે છે.

ઝી ન્યુઝના અહેવાલ પ્રમાણે કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, જે દેશોમાં મેલેરિયા સંક્રમણ વધારે છે એ દેશમાં કોરોનાનો આક્રમક હુમલો નથી. આનાથી વીપરિત જે દેશમાં મેલેરિયા નાબૂદ થઇ ગયો છે. એ દેશોમાં કોરોનાનો હુમલો જીવલેણ છે. અમેરિકા, ઇટાલી, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્પેન વગેરે દેશોમાં કોરોના ખૂબ ઝડપથી ફેલાય છે. આ દેશોની તુલનાએ ભારત સહિતના દેશોમાં જયાં મેલેરિયા છે તેવા દેશોમાં કોરોનાએ બેફામ સ્વરૂપ ધારણ કર્યું નથી.

આ અંગે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (PHFI) ના પ્રમુખ ડો. કે. શ્રીનાથ રેડ્ડી કહે છે કે, કોરોનાના બચાવમાં મેલેરિયાની દવા હાઇડ્રોકસીકલોરોકવીન સૌથી વધારે કારગર દવાના રૂપમાં ઉભરી છે. અમે કોરોના વાયરસ અને મેલેરિયા દેશો વચ્ચેના સંબંધનો અભ્યાસ કરીએ છીએ. જોકે આ અંગે હજુ કંઇ તારણ આપવું વહેલું ગણાશે. જો કે એ સાચું છે કે, વિકસીત રાષ્ટ્રોની તુલનાએ ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ ઓછું છે.

(3:37 pm IST)