Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ટ્રાવેલ્સ હિસ્ટ્રી છુપાવવા-સારવારનો ઇન્કાર કરતા સાત સગીરો સહીત 16 તબ્લીગી વિરુદ્ધ છત્તીસગઢમાં ગુન્હો

રાયપુર : પોતાની ટ્રાવેલ-માહિતી છૂપાવતા અને સારવારનો ઇન્કાર કરતા, છત્તીસગઢના કોરબા જિલ્લાના તબલિગી સમાજના સાત સગીરો સહિત 16 લોકો સામે એપિડેમિક ડિસીઝ એકટ અંતર્ગત પ્રથમદર્શી ગુન્હો નોંધાયો છે. ગઇ તા.4 એપ્રિલે જેને કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે અને જેને સારવાર માટે રાયપુરની એઇમ્સમાં દાખલ કરાયો છે એવા 16 વર્ષના એક દર્દીનો પણ ઉપરોક્ત જૂથમાં સમાવેશ થાય છે. આ જૂથમાંની ઓછામાં ઓછી એક વ્યક્તિએ ગયા મહિને દિલ્હીની નિઝામુદ્દીન મસ્જિદમાં યોજાયેલા ધાર્મિક સંમેલનમાં હાજરી આપી હતી. જોકે એણે સત્તાવાળાઓને આ હકીકત જણાવી નહોતી.

(1:43 pm IST)