Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સાંસદોના પગારમાં 30, 40 નહીં પણ 50 ટકાનો કાપ મુકો: સરકારના નિર્ણયનું કોંગ્રેસે કર્યું સ્વાગત

રણદીપ સુરજેવાલાએ કહ્યું વિકાસકામો માટે તેમણે આગ્રહ કર્યો કે સરકાર સાંસદ ફંડને ચાલું રાખે

 

નવી દિલ્હી : દેશમાં કોરોના સંકટને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે, સરકાર તમામ સાંસદોનાં વેતનમાં 30 ટકાનો કાપ મુકવાની જાહેરાત કરી છે, મોદી સરકારના નિર્ણયનું કોંગ્રેસ પાર્ટીએસ્વાગત કર્યું છે. દેશમાથે આવી પડેલી મહામારીની બિમારીમાં કોંગ્રેસ પાર્ટીએ બાબતે ખભેખભે મિલાવીને દેશની જનતાના હિત માટેના નિર્ણયનું સ્વાગત કર્યું છે.

કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, સરકાર ઇચ્છે તો સાંસદોનાં વેતનમાં ભલે 40 નહીં 50 ટકાનો ઘટાડો કરી શકે છે, જો કે સાંસદ ફંડને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું તેને લઇને સવાલ ઉઠાવ્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, સાંસદ ફંડને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામા આવ્યા, જેથી સંસદીય વિસ્તારોમાં વિકાસ કાર્યોને નુકસાન થશે, તેમણે આગ્રહ કર્યો કે સરકાર સાંસદ ફંડને ચાલું રાખે.

(12:32 am IST)