Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર કરીમ મોરાનીની બંને દીકરી કોરોના સંક્રમિત: આઇસોલેશન વોર્ડમાં દાખલ

તેણીના ભાઈ સહીત પરિવારના સભ્યોના રિપોર્ટ કરાવાયા : જુહુનો પહેલો પોઝિટિવ કેસ

મુંબઈ : બોલીવૂડના પ્રખ્યાત પ્રોડ્યૂસર કરીમ મોરાનીની દીકરી શજા મોરાનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ત્યાર બાદ તેના ભાઈ સહિતના સભ્યોને હોસ્પિટલે ખસેડી તમામનો રિપોર્ટ કરાયો હતો જેમાં તેની બીજી પુત્રી પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે આ વાતની જાણકારી ખુદ કરીમ મોરાનીએ કરી છે. જોયા અને તેમની બહેન શજાને હાલમાં મુંબઈની નાણાવતી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે

કરીમની બન્ને દીકરીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા બધા લોકોને આંચકો લાગ્યો છે. કરીમે જણાવ્યું કે શજામાં કોરોનાના કોઈ લક્ષણ નહોતા. છતા પણ તે કોરોના પોઝિટિવ નિકળી. તો જોઆમાં લક્ષણો જોવા મળ્યા હતા અને તપાસમાં તે પોઝિટિવ આવી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે કરીમ પોતાના પરિવાર સાથે મૂંબઈના જૂહુ વિસ્તારમાં રહે છે. જ્યાં બીજા ઘણા બોલીવૂડના સ્ટાર રહે છે. આ જૂહુનો પહેલો પોઝિટિવ કેસ માનવામાં આવે છે. જેના કારણે પુરા વિસ્તારમાં તનાવ જોવા મળી રહ્યો છે. તેમના ઘરને પુરી રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. જે બિલ્ડિંગમાં મોરાની પરિવાર રહે છે આખી બિલ્ડિંગને સીલ કરી દેવામા આવી છે. મોરાનીએ શાહરૂખખાનની રા વન અને એન્નઈ એક્સપ્રેસ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.

(8:27 am IST)