Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

પામેલા ગોસ્વામી ડ્રગ્સ કેસમાં ભાજપના નેતા રાકેશ સિહના વધુ એક સાથીદારની ધરપકડ

ન્યુ અલીપુર વિસ્તારમાં રહેતા 42 વર્ષીય આરોપી રાકેશ સિહનો નજીકનો સાથી

કોલકાતા પોલીસે થોડા દિવસ અગાઉ ભારતીય જનતા યુવા મોરચાના રાજ્ય સચિવ પામેલા ગોસ્વામી અને તેના મિત્રની કારમાંથી 90 ગ્રામ કોકેઈન જપ્ત કરી ધરપકડ કરવામાં આવી હતી. જે કેસમાં પોલીસે નેતા રાકેશ સિહના અન્ય સાથીની કોલકાતાના ન્યુ ટાઉન વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ત્યારે પોલીસે કહ્યું છે કે આ કેસમાં તેના સાથી મિત્ર પણ સામેલ છે. તેમજ પામેલા ગોસ્વામીની એક મિત્રની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેની કારમાંથી પણ કોકેઈન મળી આવી હતી.

સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ન્યુ અલીપુર વિસ્તારમાં રહેતા 42 વર્ષીય આરોપી રાકેશ સિહનો નજીકનો સાથી છે. ડ્રગ્સ હેરફેર કરવામાં તેની ભૂમિકા મહત્વની છે.

તેમજ પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ વ્યક્તિ પર એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોધવામાં આવ્યો છે.

(11:12 pm IST)
  • ડાકોરનો ફાગણ મેળો રદ:ડાકોર મંદિરનો ફાગણ મેળો રદ કરવામાં આવ્યો છે. ડાકોર મંદિર ૨૭ થી ૨૯ માર્ચ સુધી બંધ રહેશે. access_time 7:52 pm IST

  • પૂર્વી ચીન સાગરમાં સેના મોકલવાની તૈયારીમાં છે જાપાન : ડ્રેગનને મળશે જડબાતોડ જવાબ :પૂર્વી ચીન સાગરમાં વધતા તણાવને પગલે ડિયાઑયું દ્રીપ સમૂહમાં જાપાન પોતાના સશાસ્ત્રદળ મોકલી શકે છે : ચીની તટ રક્ષકદળે જાપાનમાં સેન્કોક્સના રૂપે જનાર ડિયાઓયુ દ્રીપ સમૂહ આસપાસ પોતાનો વિસ્તાર કર્યો છે access_time 11:52 pm IST

  • અમેરિકા અને બ્રાઝિલમાં કોરોનાના આંકડા થોડા ઘટવા લાગ્યા, છેલ્લા ૨૪ કલાકમાં બ્રાઝિલમાં ૬૮ હજાર અને અમેરિકામાં ૫૮ હજાર નવા કેસ નોંધાયા: જ્યારે ફ્રાન્સ અને ઇટલીમાં ૨૩ હજાર : ભારતમાં આંકડો સડસડાટ વધીને ૧૮ હજાર પહોંચ્યો છે: ભારતમાં ૨૪ કલાકમાં ૧૦૦ નવા કોરોના મૃત્યુ થયા છે અને ૧૪૦૦૦ સાજા પણ થયા છે, ૨ કરોડ ૯ લાખથી વધુને કોરોના વેકસીન મુકાઈ ગઈ છે : આ ઉપરાંત રશિયામાં ૧૧ હજાર: ઇંગ્લેન્ડમાં ૬ હજાર : યુનાઇટેડ આરબ અમીરાતમાં લગભગ ૩૦૦૦ : કેનેડામાં ૨૩૦૦ તો જાપાન અગિયારસો, સાઉદી અરેબિયામાં ૩૮૨થી લઈને ચીનમાં ૧૩, માટે ઓસ્ટ્રેલિયા ૯ અને હોંગકોંગમાં ૮ નવા કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે access_time 12:10 pm IST