Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

ભારતીય યુવકના હંગામાથી બુલ્ગારિયાની રાજધાની સોફિયામાં ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું

પેરિસથી દિલ્હી આવતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડીંગ: આરોપીએ પેસેન્જર સાથે ઝઘડો કર્યો : ફ્લાઇટ એટેડેંટ સાથે પણ ગેરવર્તન કર્યું : આરોપીને 72 કલાક માટે કસ્ટડીમાં રખાયો

ઘાનાથી પેરિસના રસ્તે નવી દિલ્હી જનાર એર ફ્રાંસની ફ્લાઇટમાં હંગામો મચી ગયો હતો આ ફ્લાઈટમાં સવાર એક ભારતીય પ્રવાસીએ બુલ્ગારિયાની રાજધાનીમાં આપાત લેન્ડીંગ માટે ખુબ જ હંગામો મચાવ્યો હતો. બુલ્ગારિયાની સ્થાનિક મીડિયાના હવાલાથી સમાચાર સામે આવ્યા કે, યુવકના હંગામા બાદ બુલ્ગારિયાની રાજધાની સોફિયામાં ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું. સ્થાનિક મીડિયાએ આ ખબરની પુષ્ટી કર્યા બાદ હવે આ સમાચાર વાયરલ થઇ રહ્યા છે.

જાણકારી અનુસાર આરોપી ભારતીય નાગરીકની ઓળખ હજૂ સુધી થઇ નથી. આરોપીને 72 કલાક માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.

હંગામાના કારણે પેરિસથી દિલ્હી આવી રહેલ ફ્લાઇટનું ઇમરજન્સીમાં લેન્ડીંગ થયુ. ખરેખર ફ્લાઇટના ટેકઓફ બાદ આરોપીએ પેસેન્જર સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધુ હતું. ફ્લાઇટમાં યુવકે સતત હંગામો કર્યા બાદ બુલ્ગારિયાની રાજધાની સોફિયામાં વિમાનને ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ આખા ઘટનાક્રમ દરમિયાન આરોપીએ ફ્લાઇટ એટેડેંટ સાથે પણ ગેરવર્તન કર્યું હતું.

ઇલિયાનાએ જણાવ્યું કે, આરોપીને હિરાસતમાં લીધા બાદ ફ્લાઇટ પોતાના નિર્ધારિત રૂટ પર રવાના થઇ ગઇ હતી. ખબરો અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, જો આરોપી કોર્ટથી દોષી કરરા આપવામાં આવ્યો તો આરોપીને દસ વર્ષ કેદની સજા થઇ શકે છે.

ખબરો અનુસાર, યાત્રીએ કૉકપીટના દરવાજાને પણ ધક્કો માર્યો હતો, આ પ્રકરણ બાદ આરોપી ભારતીય નાગરીકને કોર્ટ તરફથી વકીલ અને ટ્રાંસલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. બુલ્ગારિયા સ્થિત ભારતીય દુતાવાસને પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે.

(10:17 pm IST)