Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

સરહદ પર ચીન-પાક.ની નહિ ચાલે અવળચંડાઈ : 28 માર્ચના ભારત

અંતરિક્ષમાં મોકલશે 'ત્રીજી આંખ': તમામ હિલચાલ પર રાખશે નજર. જીસૈટ -1 (GISAT 1)ને આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી જીએસએલવી-એફ 10 દ્વારા લોન્ચ કરાશે

નવી દિલ્હી : ભારત 28 માર્ચે સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપગ્રહને ઘણી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહ્યો છે. આ સેટેલાઇટની મદદથી સરહદ વિસ્તારની તસવીરો મળી આવશે. આનાથી દુશ્મનોની દરેક ચાલ છતી થશે, તેમજ હવામાનને લગતી આપત્તિઓનું પણ નિરીક્ષણ કરી શકાશે. જીસૈટ -1 (GISAT 1)ને આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી જીએસએલવી-એફ 10 દ્વારા લોન્ચ કરવામાં આવશે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના અધિકારીએ રવિવારે કહ્યું, “અમે આ જીઓ-ઇમેજિંગ ઉપગ્રહને 28 માર્ચે લોન્ચ કરવા માંગીએ છીએ, જોકે તે હવામાનની સ્થિતિ પર નિર્ભર રહેશે.” આ સેટેલાઇટ 36,000 કિલોમીટરની ઊંચાઈવાળી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. જીએસએલવી-એફ 10 દ્વારા જીસેટ -1 નું લોકાર્પણ તકનીકી કારણોસર મુલતવી રાખવામાં આવ્યું છે. ગયા વર્ષે 5 માર્ચે તેનું લોકાર્પણ થવાનું હતું. અંતરિક્ષ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ ભારત માટે કેટલીક રીતે મહત્વનું સાબિત થવા જઇ રહ્યું છે.”

 

તેમણે કહ્યું કે, “ઉચ્ચ સ્તરીય કેમેરાથી આ ઉપગ્રહ ભારતીય ભૂમિ અને મહાસાગરો, ખાસ કરીને સરહદોની સતત દેખરેખ કરવામાં સક્ષમ છે.” આ કુદરતી આપત્તિઓ અને કોઈપણ ટૂંકા ગાળાની ઘટનાઓનું ઝડપી નિરીક્ષણ કરવામાં મદદ કરશે. ઇસરોએ કહ્યું કે, જીસેટ -1નું વજન 2,268 કિલો છે અને તે એક અદ્યતન અવલોકન સેટેલાઇટ છે. ઇસરોએ 28 ફેબ્રુઆરીના પોતાની કૉમર્શિયલ યૂનિટ ‘ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ’ના પહેલા સમર્પિત મિશન અંતર્ગત રવિવારના બ્રાઝીલના અમેઝોનિયા-1 અને 18 ઉપગ્રહો પીએસએલવી સી-51 દ્વારા અહીં શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી સફળ લૉન્ચિંગ કર્યું હતુ. આ 18 ઉપગ્રહોમાંથી 5 ઉપગ્રહો વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા છે.

અંતરિક્ષ વિભાગના સચિવ અને ઇસરોના અધ્યક્ષ કે શિવાને ગયા અઠવાડિયે કહ્યું હતું કે, જે ટેકનિકલ સમસ્યાઓને કારણે જીસેટ-1 મિશન સ્થગિત કરી દેવામાં આવ્યું હતુ તે સમસ્યાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. કોવિડ -19ના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનના કારણે સામાન્ય કામકાજ પ્રભાવિત થવાના કારણે લૉન્ચિંગમાં વધારે વિલંબ થયો.

(9:20 pm IST)
  • સવારના પહોરમાં જમ્મુ-કાશ્મીરના ડોડા પંથકમાં ભૂકંપના હળવા આંચકા : જમ્મુ-કાશ્મીરના ડોડા જીલ્લામાં આજે ૪.૪૦ મિનિટે ૨.૯ મેગ્નિટ્યુડની માત્રાના ભૂકંપના આંચકા આવ્યાનું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે. access_time 11:01 am IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વણસ્તા 11 માર્ચથી 4 એપ્રિલ સુધી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આંશિક લોકડાઉન કરવામાં આવશે. રોજિંદુ જીવન સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સામાન્ય રહેશે. પરંતુ અઠવાડિયાના છેલ્લા બે દિવસ શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 11:36 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 433 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,29,054 થઇ :એક્ટિવ કેસ 1,85,932 થયા વધુ 14,051 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,80,628 થયા :વધુ 86 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,879 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 11.141 નવા કેસ નોંધાયા access_time 12:05 am IST