Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા અને બીમારુ ભૂમિ બનીછે કેરળ : અમિતભાઇ શાહે ચૂંટણીનું રણશિંગુ ફુક્યું

ભાજપના ચૂંટણી પ્રચારનું સ્લોગન હશે- મોદીની સાથે નવું કેરળ

દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તામિલનાડુમાં પણ વિધાનસભા ચૂંટણી થવાની છે. ત્યારે ગૃહમંત્રી અમિતભાઈ  શાહે તામિલનાડુના કન્યાકુમારીમાં આજે એક રોડ શો કર્યો. ત્યાર બાદ તેઓ કેરળ પહોંચ્યા. જ્યાં શાહે ત્રિવેન્દ્રમમાં આયોજિત એક ચૂંટણી રેલીમાં સામેલ થયા.

અહીં તેમણે કહ્યું કે ભાજપના ચૂંટણી પ્રચારનું સ્લોગન હશે- મોદીની સાથે નવું કેરળ  તિરુઅનંતપુરમમાં શ્રી રામકૃષ્ણા આશ્રમની મુલાકાત પણ કરી. આ દરમિયાન શાહે આશ્રમના સંતો સાથે મુલાકાત કરી. ત્યાર બાદ ગૃહ મંત્રી ત્રિવેન્દ્રની રેલીમાં સામેલ થયા. દરમિયાન મંચ પર મેટ્રો મેન ઇ શ્રીધરન સહિત કેરળ ભાજપના ઘણાં મોટા નેતા હાજર રહ્ય હતા

તિરુવનંતપુરમમાં ભાજપની કેરળ વિજય યાત્રા પર અમિતભાઈ  શાહે કહ્યું કે આજે અમે ચૂંટણી અભિયાન શરુ કરી રહ્યા છીએ. આ ભગવાન પદ્મનાભની ભૂમિ છે. અહીં આવીને ઘણો જ ખુશ છું. પરંતુ હવે આ ભૂમિ ભ્રષ્ટાચાર, રાજકીય હિંસાની ભૂમિ બની ગઇ છે. તેમણે કહ્યું કે શ્રીધરને દેશમાં પહેલી મેટ્રોના નિર્માણ માટે મેટ્રો મેન કહેવામાં આવે છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ કાર્ય કોંકણ રેલવે પ્રોજેક્ટ હતો જે એન્જીનિયરિંગના હિસાબે ઘણું જ સાહસિક કાર્ય હતું. મને તેમને સલામ કરવાનું મન થાય છે.

(9:14 pm IST)