Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

ધારદાર સવાલ પૂછીને રાકેશ ટિકૈતની બોલતી બંધ કરનારી વિદ્યાર્થિનીને મહિલા દિવસે કરાશે સમ્માનિત

રજનીએ પૂછેલા પ્રશ્નનો ખેડૂત નેતા રાકેશ ટિકૈત પાસે કોઈ જવાબ નહીં: વિદ્યાર્થિની પાસેથી માઈક છીનવી લેવામાં આવ્યું, મંચ પરથી ઉતારી દેવાઈ

નવી દિલ્હી: “ભારત ભૂમિ બચાવો સંઘર્ષ સમિતિ”ના અધ્યક્ષ રમેશ દલાલે જણાવ્યું કે, 8 માર્ચે ધરણાં સ્થળ પર આંતરરાષ્ટીરીય મહિલા દિવસ મનાવવામાં આવશે. ઢાંસા બોર્ડર પર ધરણાં સ્થળે રાકેશ ટિકૈતને આકરા પ્રશ્નો પૂછીને મૂંઝવી નાખનારી દરિયાપુર ગામની રજની ગુલિયાને પણ આ અવસર માટે આમંત્રિત કરવામાં આવી છે. જ્યાં તેનું સમ્માન કરવામાં આવશે.

  દલાલે જણાવ્યું કે, મંચનું સંચાનલ મહિલાઓ જ કરશે અને મહિલા ખેડૂતો જ પોતાનો પક્ષ રાખશે. તેમણે જણાવ્યું કે, 3 કૃષિ કાયદા પરત કરાવીશુ અને જમીનનું યોગ્ય વળતર મેળવીને જ રહીશું. અમારું વળતર કરોડો રૂપિયામાં થાય છે, જે અમે લઈને જ રહીશુ. ખેડૂતોને 25-30 લાખ રૂપિયાનું વળતર નથી જોઈતું, વળતર સાથે પુનર્વાસ પણ લઈશું.

તેમણે કહ્યું કે, જે વ્યક્તિઓની જમીન જઈ રહી છે, તેમણે સરકારી નોકરી પણ આપવી જોઈએ. શુક્રવારે ઢાંસા બોર્ડર પર ખેડૂતોના ધરણા દરમિયાન દરિયાપુર ગામમાં રહેતી લો સ્ટૂડન્ટ રજની ગુલિયાની સાથે થયેલા વ્યવહારને રમેશ દલાલે ખોટો ઠેરવ્યો છે. તેમણે જણાવ્યું કે, રાકેશ ટિકૈતને એક દીકરીએ પ્રશ્નો પૂછ્યા, પરંતુ ટિકૈત પાસે કોઈ જવાબ જ નહતો.

વિદ્યાર્થિની પાસેથી માઈક ખેંચી લેવામાં આવ્યું. સૌ કોઈને પોતાની વાત કહેવાનો અને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. ઢાંસા બોર્ડર ધરણાંના આયોજકોએ આ દીકરીનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો. તેને બોલવાની તક આપવી જોઈતી હતી

(8:10 pm IST)