Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

પશ્ચિમ બંગાળમાં આજે જબરજસ્ત હલચલ ભર્યો દિવસ: મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઈ ગયા મુખ્યમંત્રીનો ચહેરો બનવાની જબરજસ્ત ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કોલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ઉપર પ્રચંડ જંગી જાહેરસભા સંબોધવા તૈયારી કરી રહ્યા છે, તો  ભાજપ વર્તુળો એવું કહી રહ્યા છે કે આજની સભામાં હાજર રહેનાર અને ભાજપમાં જોડાઈ ગયેલા ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપનો પશ્ચિમ બંગાળનો મુખ્યમંત્રીનો ચહેરો બનશે. ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી સિલિગુડી વિસ્તારમાં રાંધણ ગેસના ભાવોમાં ભારે વધારાના વિરોધમાં જબ્બર મોટી પદયાત્રા શરૂ કરી રહેલ છે.

(5:38 pm IST)
  • પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઇ મોહમ્મદ મુથુ મીરા લેબબાઈ મરાઇકાયારનું 104 વર્ષની જૈફ વયે રામેશ્વરમ સ્થિત તેમના નિવાસસ્થાને દુઃખદ નિધન થયું છે. access_time 10:27 pm IST

  • ચાઈનાને ડહાપણની ડાઢ ફૂટી : ચીન ના વિદેશ પ્રધાને એક નિવેદન આપતા કહ્યું કે "ચીન અને ભારત એક બીજાના સારા મિત્રો અને સાથીદારો છે, એકબીજા માટે જોખમી કે હરીફ નથી" access_time 9:56 pm IST

  • એક સમયના મમતા બેનર્જીના નિકટના સાથી રહેલ TMC ના પૂર્વ કદાવર નેતા અને હાલમાજ BJP માં જોડાયેલ સુવેન્દુ અધિકારી નંદીગ્રામથી જ લડશે મુખ્યમંત્રી મમતા બેનરજી સામે બંગાળમાં આવી રહેલ ચૂંટણી : BJP એ કરી સત્તાવાર જાહેરાત access_time 7:23 pm IST