Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

ચૂંટણી અનુસંધાને પશ્‍ચિમ બંગાળનો પ્રવાસ લાભદાઇ નિવડ્યો : વડાપ્રધાનના પશ્‍ચિમ બંગાળના પ્રવાસ પહેલા જ બોલીવુડ ફિલ્‍મ સ્‍ટાર મિથુન ચક્રવર્તીનો ભાજપમાં પ્રવેશ : ભાજપ બંગાળનું મજબૂત પક્ષ તરીકે બહાર આવે તેવા સંજોગોનું નિર્માણ થવાના સંકેતો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બંગાળના પ્રવાસે છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી રહ્યા છે. કોલકાતાના બ્રિગેડ મેદાનમાં આ રેલી યોજાઈ છે. પીએમ મોદીના ભાષણ પહેલા જ મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ થયા અને તેમણે પાર્ટીનો ઝંડો પણ લહેરાવ્યો.

(1:43 pm IST)
  • સંઘ પ્રદેશના દમણમાં આજે રવિવારે એકી સાથે 9 જેટલા કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું access_time 11:31 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વણસ્તા 11 માર્ચથી 4 એપ્રિલ સુધી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આંશિક લોકડાઉન કરવામાં આવશે. રોજિંદુ જીવન સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સામાન્ય રહેશે. પરંતુ અઠવાડિયાના છેલ્લા બે દિવસ શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 11:36 pm IST

  • અમેરિકા અને બ્રાઝિલમાં કોરોનાના આંકડા થોડા ઘટવા લાગ્યા, છેલ્લા ૨૪ કલાકમાં બ્રાઝિલમાં ૬૮ હજાર અને અમેરિકામાં ૫૮ હજાર નવા કેસ નોંધાયા: જ્યારે ફ્રાન્સ અને ઇટલીમાં ૨૩ હજાર : ભારતમાં આંકડો સડસડાટ વધીને ૧૮ હજાર પહોંચ્યો છે: ભારતમાં ૨૪ કલાકમાં ૧૦૦ નવા કોરોના મૃત્યુ થયા છે અને ૧૪૦૦૦ સાજા પણ થયા છે, ૨ કરોડ ૯ લાખથી વધુને કોરોના વેકસીન મુકાઈ ગઈ છે : આ ઉપરાંત રશિયામાં ૧૧ હજાર: ઇંગ્લેન્ડમાં ૬ હજાર : યુનાઇટેડ આરબ અમીરાતમાં લગભગ ૩૦૦૦ : કેનેડામાં ૨૩૦૦ તો જાપાન અગિયારસો, સાઉદી અરેબિયામાં ૩૮૨થી લઈને ચીનમાં ૧૩, માટે ઓસ્ટ્રેલિયા ૯ અને હોંગકોંગમાં ૮ નવા કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે access_time 12:10 pm IST