Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 13 ઉમેદવારોના નામ જાહેર કર્યા

અગાઉ ભાજપે 57 અને ટીએમસીએ 291 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધા છે

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે હાલમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની યાદી જાહેર કરી હતી. ત્યારે હવે કોંગ્રેસે પણ તુરંત પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં કોંગ્રેસ પાર્ટીએ 13 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સેન્ટ્ર્લ ઈલેક્શન કમીશન કમિટીની બેઠક બાદ બંગાળ ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ પાર્ટીએ આજે નામોની જાહેરાત કરી છે. અગાઉ ભારતીય જનતા પાર્ટીએ પોતાના 57 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે ટીએમસીએ બંગાળ માટે 291 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટેના પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે.

ભાજપે ત્યારે પહેલાં બે તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારોને જહેર કર્યા છે. ભાજપના મહાસચિવ અરુણ સિંહે જણાવ્યું હતું કે, ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિએ બંગાળ માટે 57 ઉમેદવારોના નામ પર મહોર લગાવી છે.

ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયા શુભેંદુ અધિકારી મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે નંદીગ્રામથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે 294 વિધાનસભા સીટ ધરાવનાર પશચિમ બંગાળની અંદર 27 માર્ચથી આઠ તબકકામાં ચૂંટણીની શરુઆત થવાની છે. પહેલી યાદીમાં ભાજપે પોતાની પાર્ટીના 56 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે પોતાની સહયોગી પાર્ટી આજસૂ માટે બાઘંડી સીટ છોડી છે. પહેલાં તબક્કા માટે ખેજરી સીટ પરથી શાંતનુ પ્રમાણિક, ઝારગામથી સુખમય સતપતી, ખડકપુરથી તપન ભૂઇયા, મેદનીપુરથી સંબિત દાસને ટિકિટ આપવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે પશ્ચિમ બંગાળની ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ સીટ પર જીત મળી હતી. જો કે આ વખતે પાર્ટી પુરી મહેનત સાથે બંગાળના રણમાં ઝંપલાવી રહી છે. ભાજપે રાજ્યની 200 કરતા વધારે સીટ જીતવાનો દાવો કર્યો છે. બીજી તરફ મમતા બેનર્જીએ પોતાના તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ટીએમસી 291 સીટ પર ચૂંટણી લડી રહી છે. જ્યારે દાર્જલિંગની ત્રણ સીટો પોતાની સહયોગી પાર્ટીને આપવાનો નિર્ણય કર્યો છે.

(10:35 am IST)