Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

કોરોનાના મુદ્દે એક વિલન રિટર્ન્સનું શૂટિંગ અટકાવાયું

પોલીસ દ્વારા કોરોનાની ગાઈડલાઈન્સનું કડક પાલન : વર્લી ગામમાં યૂનિટ દ્વારા નિયમોનું પાલન કર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર શૂટિંગ ચાલતું હતું

મુંબઈ, તા. : જ્હોન અબ્રાહમ અને દિશા પટની સ્ટાટર ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'નું શૂટિંગ મુંબઈ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. કારણ કે ટીમ મુંબઈના એક સ્લમ વિસ્તારમાં કોવિડ-૧૯ના પ્રોટોકોલનું પાલન કર્યા વગર શૂટિંગ કરી રહી હતી. 'એક વિલન રિટર્ન્સ'ની ટીમ શુક્રવારે રાત્રે મુંબઈના વર્લી ગામમાં શૂટિંગ કરી રહી હતી. યૂનિટે થોડા સીન શૂટ કર્યા હતા અને પોલીસે બાદમાં શૂટિંગ અટકાવ્યું હતું. કારણ કે ક્રૂ કોરોનાના નિયમોનું પાલન કર્યા વગર શૂટિંગ કરી રહ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ નહોતું થઈ રહ્યું અને તેથી પોલીસે શૂટિંગ અટકાવવું પડ્યું હતું.

વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસે શૂટિંગ અટકાવતાં ટીમ પેક-અપ કરી રહી છે અને ત્યાં એકત્રિત લોકોને પણ પોલીસ જવાનું કહી રહી છે. વીડિયોમાં મોટી સંખ્યામાં ભીડ જોઈ શકાય છે. ફિલ્મ દ્વારા જ્હોન અબ્રાહમ પહેલીવાર દિશા પાટની સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. ફિલ્મમાં અર્જુન કપૂર અને તારા સુતારિયા પણ લીડ રોલમાં છે. ફિલ્મ ડિરેક્ટર મોહિત સુરીના ડિરેક્શનમાં બની રહી છે. 'એક વિલન રિટર્ન્સ' આવતા વર્ષે થિયેટરમાં રિલીઝ થવાની છે, જે ૨૦૧૪માં આવેલી ફિલ્મ 'એક વિલન'ની સીક્વલ છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રા હતા. રિતેશ દેશમુખે કિલરનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. બે દિવસ પહેલા શૂટિંગના સેટ પરથી જ્હોન અબ્રાહમ અને દિશા પાટનીની કેટલીક તસવીરો સામે આવી હતી. જેમાં તેઓ કેમેરાથી ઘેરાયેલા જોવા મળ્યા હતા. શૂટિંગની ઝલક જોવા માટે એકઠાં થયેલા ફેન્સને જોઈને જ્હોને હાથ પણ હલાવ્યો હતો. તસવીરોમાં દિશા શિમરી ટોપ અને ડેનિમમાં જોવા મળી હતી. જ્યારે જ્હોને શર્ટ અને ડેનિમ પહેર્યું હતું.ફિલ્મનું શૂટિંગ શરુ કરવામાં આવ્યું ત્યારે એકતા કપૂરે ટીમની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સાથે તેણે લખ્યું હતું કે, 'અને તેની શરુઆત થઈ. જય માતા દી. વિલન્સને મળો (સવારે તમને જોઈન કરી શકી તે માટે સોરી. પરંતુ સેટ પર જરુરથી મળીશું). નવી શરુઆત માટે ચીયર્સ #EkVillainReturns'.

(12:00 am IST)
  • સંભવત: અક્ષય કુમાર અને મિથુન દા બન્ને આવતીકાલે પીએમ મોદી સાથે બ્રિગેડ ગ્રાઉન્ડ, વેસ્ટબંગાળ ખાતે યોજાયેલ જંગી જાહેરસભામાં ભાગ લેશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે. access_time 9:07 pm IST

  • પૂર્વી ચીન સાગરમાં સેના મોકલવાની તૈયારીમાં છે જાપાન : ડ્રેગનને મળશે જડબાતોડ જવાબ :પૂર્વી ચીન સાગરમાં વધતા તણાવને પગલે ડિયાઑયું દ્રીપ સમૂહમાં જાપાન પોતાના સશાસ્ત્રદળ મોકલી શકે છે : ચીની તટ રક્ષકદળે જાપાનમાં સેન્કોક્સના રૂપે જનાર ડિયાઓયુ દ્રીપ સમૂહ આસપાસ પોતાનો વિસ્તાર કર્યો છે access_time 11:52 pm IST

  • એક સમયના મમતા બેનર્જીના નિકટના સાથી રહેલ TMC ના પૂર્વ કદાવર નેતા અને હાલમાજ BJP માં જોડાયેલ સુવેન્દુ અધિકારી નંદીગ્રામથી જ લડશે મુખ્યમંત્રી મમતા બેનરજી સામે બંગાળમાં આવી રહેલ ચૂંટણી : BJP એ કરી સત્તાવાર જાહેરાત access_time 7:23 pm IST