Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

સોનાના ભાવ વધુ નહીં તૂટે એવું નિષ્ણાતોનું અનુમાન

સોનાના ભાવમાં ભારે અફરા તફરી : સોનામાં ઓલટાઈમ હાઈ સપાટી બાદ બહુ મોટું ગાબડું

મુંબઈ , તા. : નવ મહિના સુધી સોનાના ભાવ આસમાને રહ્યા બાદ હવે તેના વળતા પાણી શરુ થયા છે. ભારતીય બજારમાં શુક્રવારે સોનું પ્રતિ દસ ગ્રામ ૪૩ હજાર રુપિયાની આસપાસ પહોંચી ગયું હતું. ઓગષ્ટમાં સોનાએ ૫૬,૩૧૦ રુપિયાનો ઓલટાઈમ હાઈ બનાવ્યો હતો, જેનાથી તે હાલ ૨૧ ટકા નીચે છે. કડાકો સૂચવે છે કે સોનું ટેકનિકલી જોવા જઈએ તો ઘટાડા ભણી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડની કિંમતોમાં ઓચિંતો કડાકો બોલાયા બાદ ઘરઆંગણે પણ તેની અસર જોવા મળી રહી છે. ગુરુવારે ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ ૧૭૦૦ ડોલર પ્રતિ ઔંશની સપાટી પર આવી ગયું હતું, ઉલ્લેખનીય છે કે તેની કિંમત ઓગષ્ટમાં ,૦૧૦ ડોલર પ્રતિ ઔંશ હતી. જેનાથી હાલ તે ૧૫ ટકા જેટલું ગબડી ચૂક્યું છે. એનાલિસ્ટ્સનું માનવું છે કે ગોલ્ડ ૧૫૦૦ ડોલરની આસપાસ સ્થિર થાય તેવી શક્યતા છે.

કરન્સી માર્કેટમાં ડોલર મજબૂત બનતાં પણ સોનું સસ્તું થઈ રહ્યું છે. દુનિયાના સૌથી મોટા તંત્ર અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં ઘટાડો કરવામાં આવતા તેની અસર ડોલર પર જોવા મળી રહી છે. રોકાણકારો વધુ યીલ્ડ મેળવવા માટે ગોલ્ડમાંથી રોકાણ ઘટાડી તેને બોન્ડમાં ટ્રાન્સફર કરી રહ્યા છે, જેના કારણે ગોલ્ડની કિંમતમાં કડાકો બોલાયો છે. ડિમાન્ડ ફેક્ટર સિવાય, ભારતમાં સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની કિંમત કેટલી છે તેના પર પણ નિર્ભર કરે છે. સિવાય રુપિયા સામે ડોલર કેટલો મજબૂત કે નબળો પડ્યો છે તેના આધારે પણ સોનાની કિંમત નક્કી થાય છે. ડોલર મોટાભાગની કરન્સી સામે મજબૂત બની રહ્યો છે. રુપિયા-ડોલરનો રેટ પણ છેલ્લા કેટલાક મહિનાથી ૭૩ ડોલરની આસપાસ ચાલી રહ્યો છે. શુક્રવારે પણ ડોલર સામે રુપિયો ૭૩.૦૩ની સપાટી પર બંધ થયો હતો.

કેટલાક એક્સપર્ટ્સ માને છે કે ગોલ્ડ ૧૫૦૦ ડોલરના લેવલને પણ તોડે તેવી પૂરી શક્યતા છે. જ્યારે કેટલા લોકોનું માનવું છે કે તેનો આધાર જુદા-જુદા દેશની મધ્યસ્થ બેંકો બોન્ડ યીલ્ડમાં કેટલો વધારો કરે છે તેના પર બાબત નિર્ભર કરે છે. યસ સિક્યોરિટીઝના હિતેષ જૈન જણાવે છે કે, હાલ ભલે બોન્ડ યીલ્ડ વધવાથી સોનું તૂટ્યું હોય, પરંતુ સ્થિતિ લાંબી નહીં ચાલે કારણકે સરકારો તેની તરફેણ નથી કરતી. બજારો અને સેન્ટ્રલ બેંક વચ્ચે ફુગાવા અને જીડીપી ગ્રોથની ગણતરી અંગે દેખીતો તફાવત જોવા મળતો હોય છે. બજાર હંમેશા તેની ગણતરી ઉંચી રાખતું હોય છે, તો સામે રિઝર્વ બેંકો તેનો અંદાજ નીચો માંડતી હોય છે. સંજોગોમાં રિઝર્વ બેંકો આવનારા દિવસોમાં સરકારોને મોંઘુ દેવું ના કરવું પડે તે માટે બોન્ડ યીલ્ડમાં ઘટાડો કરશે. જેના કારણે ગોલ્ડની કિંમતમાં ફરી વધારો જોવા મળશે.

(12:00 am IST)
  • સંભવત: અક્ષય કુમાર અને મિથુન દા બન્ને આવતીકાલે પીએમ મોદી સાથે બ્રિગેડ ગ્રાઉન્ડ, વેસ્ટબંગાળ ખાતે યોજાયેલ જંગી જાહેરસભામાં ભાગ લેશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે. access_time 9:07 pm IST

  • પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઇ મોહમ્મદ મુથુ મીરા લેબબાઈ મરાઇકાયારનું 104 વર્ષની જૈફ વયે રામેશ્વરમ સ્થિત તેમના નિવાસસ્થાને દુઃખદ નિધન થયું છે. access_time 10:27 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11:30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 684 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,10,580 થઇ :એક્ટિવ કેસ 1,81,664 થયા વધુ 14,338 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,66,536 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,791 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,187 નવા કેસ નોંધાયા access_time 12:20 am IST