Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

સોમવારથી ઇંગ્લેન્ડમાં તમામ વિદ્યાર્થીઓ માટે શાળા ખુલી જશે: ૨૧ જૂન સુધીમાં તમામ નિયંત્રણો હળવા થઈ જશે: બ્રિટિશ સાયન્ટિસ્ટ શેરોન પીકોક કહે છે કોરોના વાયરસના નવા સ્વરૂપો આગામી ઉનાળામાં બ્રિટનને ફરી ધમધમતું કરવામાં અવરોધરૂપ બને તેવી નહિવત શકયતા

કોરોના વાયરસના નવા સ્વરૂપો ઉપર નજર રાખી રહેલા ઇન્ચાર્જ સાયન્ટિસ્ટ શેરોન પીકોક એ કહ્યું છે કે કોવિડ 19 ના નવા સ્વરૂપોને લીધે આગામી ઉનાળામાં બ્રિટન ફરી પૂર્વવત્ ધમધમતું થઈ જાય તેમાં અવરોધ આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. કોવિદ 19 જીનોમિક્સ, યુકે સાયન્ટિફિક બોડીના આ  વડાએ કહ્યું હતું કે કે હવે ઇંગ્લેન્ડ ઝડપભેર રસીકરણ હાથ ધરીને વાયરસને નાથવા સુસજ્જ છે.

તેણીએ આશાવાદ દર્શાવેલ કે રસીકરણને કારણે,  બ્રિટન તેના પૂર્વ આયોજન મુજબ, લોકડાઉનના  પ્રતિબંધો હળવા કરી શકશે.

ઇંગ્લેન્ડમાં સોમવારથી તમામ વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી ખોલવામાં આવી રહી છે. લોકડાઉન નિયંત્રણો હળવા કરવાની દિશામાં પ્રથમ પગલું છે.  જૂન ૨૧ સુધીમાં લોકડાઉનના તમામ પ્રતિબંધો હટાવી લેવા આયોજન થયું છે. જોકે નવા કોરોનાવાયરસ ના સ્વરૂપો, આ વેક્સિન સામે કેવી રીતે નિયંત્રણમાં આવે છે, તેના ઉપર આ સમયપત્રક અમલી બનશે કે કેમ તેનો આધાર રહેશે.

(12:00 am IST)